ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ ઇલેક્ટ્રિક બ્લેન્કેટ લોન્ચ કર્યો છે. કંપનીએ આ પ્રોડક્ટ ક્રાઉડફંડિંગની મદદદથી તૈયાર કરી છે. બ્લેન્કેટને યુઝર એપની મદદથી ઓપરેટ કરી શકશે. જો કે, હજુ આ બ્લેન્કેટ ચીનના માર્કેટમાં જ લોન્ચ કરાયો છે.શાઓમીએ આ ઇલેક્ટ્રિક બ્લેન્કેટને યુઝ કરતી વખતે યુઝરની સેફટીનું ધ્યાન પણ રાખ્યું છે. વોલ્ટેજ રેટિંગ 36 વોટથી ઓછું છે.
ઇલેક્ટ્રિક બ્લેન્કેટની ખાસિયત
- આ બ્લેન્કેટમાં સ્લીપ મોડ આપ્યો છે, જેની મદદથી યુઝરને સારી ઊંઘ આવશે.
- તે યુઝરની બોડીના ટેમ્પરેચરને ડાયનેમિક લેવલ પર રાખે છે.
- ઠંડીના દિવસોમાં તે બોડીનું ટેમ્પરેચર સરખું રહે તેટલો ગરમાવો આપે છે.
- આ બ્લેન્કેટ 80x150cm (સિંગલ બેડ) અને 150x170cm (ડબલ બેડ)ની સાઈઝમાં આવશે.
- બ્લેન્કેટને XiaoAI વોઇસ આસિસ્ટન્ટથી કંટ્રોલ કરી શકાય છે.
- આ ઉપરાંત તેને MIJIA એપની મદદથી ઓન કંટ્રોલ કરી શકાય છે.
કિંમત
ચીનમાં આ ઇલેક્ટ્રિક બ્લેન્કેટની કિંમત 2000 રૂપિયા છે. ગ્રેફિન પેડ વર્ઝનની કિંમત 4000 રૂપિયા છે. કંપનીએ હાલ તેનું બુકિંગ શરુ કરી દીધું છે, જેની ડિલિવરી 29 નવેમ્બરથી શરુ થશે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BDVTCU
No comments:
Post a Comment