ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ પોતાના હેડફોન Mi HiFi લોન્ચ કર્યા છે. તેની કિંમત 10 હજાર રૂપિયા છે. હાલ આ હેડફોન કંપનીએ ચીનમાં લોન્ચ કર્યા છે. આ હેડફોનને યુઝર વાયર્ડ અને વાયરલેસ એમ બંને રીતે ઉપયોગમાં લઈ શકાશે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે હેડફોનમાં 4 ડ્રાઇવર્સ લગાવ્યા છે. તેના કેબલ સિલ્વર પ્લેટેડ ઓક્સિજન ફ્રી કોપરમાંથી બનાવ્યા છે. કંપનીએ તેને પ્રીમિયમ પ્રોડક્ટ તરીકે લોન્ચ કર્યા છે. આ હેડફોનને યુઝર કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકશે, તેની શરૂઆત 11 નવેમ્બરથી થશે.
- આ હેડફોનમાં બે ડાયનામિક ડ્રાઇવર અને બે બેલેન્સ્ડ આર્મેચર યુનિટ્સ લગાવ્યા છે. સારા બેઝ માટે તેમાં સિલિકોન લેયરનો ઉપયોગ કર્યો છે.
- હેડફોનના બોક્સમાં 3.5 mm ઓડિયો જેક કેબલ, યુએસની ટાઈપ-સી કેબલ અને DAC ચિપ મળે છે.
- Mi HiFi હેડફોન અપડેટેડ MMCX કનેક્ટર સાથે આવે છે, આ કનેક્ટર તેના કોન્ટેકટરને કારણે 4 ગણું વધારે મજબૂત છે.
- MMCX કનેક્ટર ગોલ્ડ પ્લેટેડ છે. કંપનીનું કહેવું છે કે, ડેમેજ થવા પર તેને સરળતાથી રિપ્લેસ પણ કરી શકાય છે.
- હેડફોનની સાથે 3.5 એમએમ કેબલ, યુએસબી ટાઈપ-સી ઓડિયો કનેક્ટર, બ્લૂટૂથ એડોપ્ટર, ચાર જોડી સિલિકોન ઈયર ટિપ્સ, હેડફોન કેસ અને યુએસની ટાઈપ-સી ચાર્જિંગ કેબલ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32PWAoZ
No comments:
Post a Comment