Wednesday, 23 October 2019

ટિકટોકે ઈસ્લામિક સ્ટેટનો પ્રચાર કરતા વીડિયો અને અકાઉન્ટ ડિલીટ કર્યા

ગેજેટ ડેસ્ક: સોશિયલ મીડિયા એપ ટિકટોકે ઈસ્લામિક સ્ટેટ ગ્રુપનો પ્રચાર કરતા વીડિયો ડિલીટ કરી દીધા છે. આ સાથે જ કંપનીએ આવા વીડિયો પોસ્ટ કરનારના અકાઉન્ટ પણ ડિલીટ કર્યા છે. કંપનીના એક કર્મચારીએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, ટિકટોક ચીનની બાઈટ ડાન્સ એપ છે. આ એપના દુનિયાભરમાં 50 કરોડથી પણ વધારે યુઝર છે. ભારતમાં આ એપને લઈને ઘણીવાર વિવાદ થયા છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, આ પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરનારા આશરે 10 અકાઉન્ટ ડિલીટ કર્યા છે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ પ્રમાણે, વીડિયોમાં ડેડબોડીને લઈ જાય છે તેવું બતાવતા હતા અને તેમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ બંદૂકની સાથે દેખાઈ રહ્યા હતા. આ પોસ્ટ બે ડઝન કરતાં પણ વધારે અકાઉન્ટ દ્વારા કરવામાં આવી હતી.

તો બીજી તરફ કંપનીએ તેના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, આતંકી સંગઠનનો પ્રચાર કરનારા કન્ટેન્ટ માટે ટિકટોકમાં કોઈ જગ્યા નથી. અમે આવા અકાઉન્ટ અને તેની સાથે જોડાયેલા ડિવાઇસ પર હંમેશાં પ્રતિબંધ મૂકી દઈએ છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Social media app TikTok removes Islamic State propaganda videos


from Divya Bhaskar https://ift.tt/2qCNGwJ

No comments:

Post a Comment