Saturday, 19 October 2019

ડોમિનોઝે પિત્ઝા ચેકર સોફ્ટવેરનાં માધ્યમથી પિત્ઝાની ગુણવત્તાને લઈને અલર્ટ કરશે

ગેજેટ ડેસ્કઃ ડોમિનોઝએ તેના પિત્ઝાની ક્વોલિટી સુધારવા માટે ટેક્નોલાજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કંપની સોફ્ટવેરયુક્ત કેમેરાનો ઉપયોગ કરી રહી છે. તેનાથી પિત્ઝા બનાવતા કર્મચારીને જણાવવામાં આવી રહ્યું છે કે તેમનાં પિત્ઝાની ક્વોલિટી ડોમિનોઝનાં સ્ટાન્ડર્ડ જેવી છે કે નહીં. તેનાથી કંપની એ જાણવાની કોશિશ કરી રહી છે કે તમામ ક્ષેત્રમાં એક જ સ્વાદ અને ક્વોલિટીનો પિત્ઝા મળી રહે છે કે નહીં.

રિપોર્ટ્સ અનુસાર આ નવા કેમેરાનું નામ ‘ડોમ પિત્ઝા ચેકર’ રાખવામાં આવ્યું છે. આ વર્ષનાં ઓગષ્ટ મહિનાથી આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ ઓસ્ટ્રલિયા અને ન્યૂઝિલેન્ડમાં શરૂ કરવામાં આવ્યું છે. ડોમિનોઝનાં એક રિસર્ચ પ્રમાણે કસ્ટમર્સ ટોપિંગ અને ચીઝની માત્રા બરાબર ન હોય તેવા પિત્ઝા સાથે જ પિત્ઝાને ઓવનમાંથી 25 મિનિટ પછી બહાર કાઢેલા પિત્ઝા ખાવાનું પસંદ કરતા નથી.

કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ
આ ડિવાઇસમાં ઉપરની બાજુએ એક કેમેરા લગાવવામાં આવ્યો છે. તે મશીન લર્નિંગ સોફ્ટવેરથી કનેક્ટ છે. આ કેમેરા પિત્ઝા બનાવતી વખતે કર્મચારીઓની કામગીરી પર નજર રાખે છે. આ સિવાય તે ઓર્ડર કરેલાં પિત્ઝાની તસવીર તૈયાર થયેલાં પિત્ઝા સાથે પણ મેચ કરે છે. આ સોફ્ટવેર તેનું ટેસ્ટિંગ પિત્ઝા બનાવતી વખતે જ શરૂ કરી દે છે. પહેલાં તે પિત્ઝાનાં બેઝની બોર્ડરને માપે છે ત્યારબાદ તેમાં ચીઝની માત્રા, ટોપિંગ સાથેનું ચીઝ અને ટોપિંગ્સની માત્રા અને તાપમાન માપે છે.

કર્મચારીઓને પિત્ઝાનું સ્ટાન્ડર્ડ જાળવવું સરળ બને છે
જો પિત્ઝામાં કંઈક ખૂટે તો સોફ્ટવેર ફોટાઓનું વિશ્લેષણ કરે છે અને અલાર્મ વગાડે છે. ત્યારબાદ કર્મચારીઓને તે પિત્ઝા ફરીથી બનાવવો પડે છે. ડોમિનોઝ પિત્ઝાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઘણી વખત કર્મચારીથી ખોટો પિત્ઝા બની જાય છે, પરંતુ તેના કારણે તેમને સજા થઈ શકતી નથી, તેના બદલે તેમને ડોમ પિત્ઝા ચેકર દ્વારા પિત્ઝાની ક્વોલિટી અને સ્થિરતા જાળવવા માટે તાલીમ આપી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Domino's will alert you to the quality of the pizza through pizza checker software
Domino's will alert you to the quality of the pizza through pizza checker software
Domino's will alert you to the quality of the pizza through pizza checker software


from Divya Bhaskar https://ift.tt/2MvzfTA

No comments:

Post a Comment