Monday, 21 October 2019

શાઓમી કંપની સસ્તા 5G સ્માર્ટફોન બનાવશે, વર્ષ 2020માં 10થી વધારે 5G ફોન લોન્ચ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ કંપની શાઓમી હવે સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ અગાઉ પણ કંપનીએ 5G સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. હવે તેની સંખ્યામાં વધારો કરવામાં આવશે. શાઓમીના ફાઉન્ડર લી જૂનએ જણાવ્યું છે કે કંપની વર્ષ 2020માં 10થી વધારે 5G સ્માર્ટફોન લોન્ચ કરવા પર વિચાર કરી રહી છે. તાજેતરમાં આ ટેક્નોલોજી માત્ર ફ્લેગશિપ અને મોંઘા સ્માર્ટફોન સુધી જ સીમિત છે પરંતુ શાઓમી મિડરેન્જનાં સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કરશે.

Reuters વેબસાઈટની રિપોર્ટ મુજબ લી જૂનએ ચીનમાં યોજાયેલ વર્લ્ડ ઇન્ટરનેટ કોન્ફ્રન્સમાં કંપનીના આ પ્લાંનિંગ વિશે માહિતી આપી છે. કંપનીએ આ નિર્ણય MI 9 પ્રોના રિસ્પોન્સને જોઈને લીધો છે. આ ફોનને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

શાઓમીએ તેના 5G સ્માર્ટફોન MI મિક્સ 3 અને MI 9 પ્રોને લોન્ચ કર્યા છે. આ સિવાય MI મિક્સ આલ્ફા પણ બજારમાં ઉપલબ્ધ છે. હવે કંપની ડ્યુઅલ બેન્ડ 5G સપોર્ટવાળો રેડમી K30ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 7 સિરીઝ ચિપસેટ આપવામાં આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi company will make cheap 5G smartphones, launch more than 10 5G phones in 2020


from Divya Bhaskar https://ift.tt/2J9usp0

No comments:

Post a Comment