Thursday, 24 October 2019

ગૂગલની 6 બ્રાન્ડ ન્યૂ એપ્સ તમને સ્માર્ટફોન એડિક્શનમાંથી મુક્તિ અપાવશે

ગેજેટ ડેસ્કઃ સોશિયલ મીડિયામાં કલાકો વિતાવવા અને વારંવાર ફોન પર નોટિફિકેશન અને મેસેજ ચેક કરવા એ લોકોની સામાન્ય સમસ્યા બની ચૂકી છે. લોકોની આ સમસ્યા દૂર કરવા માટે ગૂગલે 6 નવી એપ લોન્ચ કરી છે. ગૂગલે અનલોક ક્લોક, પોસ્ટ બોક્સ, વી ફ્લિપ, પેપર ફોન, ડેઝર્ટ આઇલેન્ડ અને મોર્ફ એપને ગૂગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરી છે. આ તમામ એપ યુઝરની ડિજિટલ એક્ટિવિટી પર નજર રાખશે સાથે તેમને કામ પર ફોકસ અને ટાઈમ મેનેજમેન્ટ કરવામાં પણ મદદ કરશે.

કંપનીના જણાવ્યા અનુસાર આ પહેલને જોઈને અન્ય ડેવલપર્સ અને ડિઝાઇનર્સ પણ પોતાની સર્વિસિસમાં આ પ્રકારનાં ટૂલ્સ આપવાની દિશામાં કામ કરશે. કંપનીએ આ ટૂલ્સ નવેમ્બર 2018માં માત્ર પિક્સલ ડિવાઇસ માટે રિલીઝ કર્યાં હતાં. હવે તેને નોન ગૂગલ ડિવાઇસ અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યાં છે.

અનલોક ક્લોક એપ
આ એપ લોક સ્ક્રીન લાઈવની જેમ કામ કરશે. આ એપ યુઝરને સ્માર્ટફોનને કેટલી વખત અનલોક કરવામાં આવ્યો તેની જાણકારી આપશે. તેનાથી યુઝર એ જાણી શકશે કે યુઝરે સ્માર્ટફોનનો કેટલો ઉપયોગ કર્યો છે. આ એપ લાઈવ વોલપેપર છે આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તે ફોનમાં ક્યાંય નહીં દેખાય, પરંતુ તેને લાઈવ વોલપેપર લાઈબ્રેરીમાં જઈને જોઈ શકાશે.

પોસ્ટ બોક્સ એપ
આ એપ એક ટિપિકલ પોસ્ટ બોક્સની જેમ કામ કરે છે. આ એપ ફોન પર આવેલાં તમામ નોટિફિકેશનને એક જગ્યાએ એકઠાં કરશે અને યુઝર દ્વારા સેટ કરવામાં આવેલા સમયે જ તે દેખાશે. તેની મદદથી કામ કરતી વખતે યુઝરનું ધ્યાન નહીં ભટકે.

વી ફ્લિપ એપ
આ એપ યુઝરને ટેક્નોલોજીને બદલે ફિઝિકલ વર્લ્ડમાં વધારે સમય વિતાવવા માટે પ્રેરિત કરશે.

પેપર ફોન એપ
આ એપનાં માધ્યમથી યુઝર પર્સનલ ડિજિટલ બુકલેટ તૈયાર કરી શકશે. તેનાથી પેપરનો વપરાશ ઘટશે. આ એપમાં યુઝર સ્માર્ટફોન માટે જરૂરી તમામ ડેટાનો સંગ્રહ કરી શકશે. આ એપમાં કોન્ટેક્ટ, મેપ્સ, કેલેન્ડર ઇન્ફોર્મેશન સહિત તમામ વસ્તુઓ આપવામાં આવી છે. આ એપમાં રેસિપી, ફ્રેઝબુક અને નોટપેડ પણ બનાવી શકાશે.

ડેઝર્ટ આઇલેન્ડ એપ
આ એપ યુઝરને જરૂરી એપ સિવાય અન્ય એપ્સ વગર રહેવાની ચેલેન્જ આપે છે. તેનો ઉદ્દેશ ટેક્નોલોજી પર નિર્ભરતાને દૂર કરવાનો છે. આ એપમાં યુઝર 7 મહત્ત્વની એપ્સની પસંદગી કરી શકે છે.

મોર્ફ એપ
આ એપ એન્ડ્રોઇડ લોન્ચર છે. આ એપ સમય અને લોકેશનનાં આધારે એપ બતાવે છે, જેથી યુઝર જરૂરી અને મહત્ત્વપૂર્ણ કામ પર ફોકસ કરી શકે. આ એપ ટાઈમ મેનેજમેન્ટ કરવામાં પણ મદદ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google's 6 brand new apps will exempt you from smartphone editions


from Divya Bhaskar https://ift.tt/2PglgCN

No comments:

Post a Comment