Thursday, 24 October 2019

મોટોરોલા કંપનીનો પ્રથમ પોપ-અપ કેમેરાવાળો સ્માર્ટફોન 'વન હાઇપર' ટૂંક સમયમાં લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ મોટોરોલા કંપનીનો પ્રથમ પોપ-અપ સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન 'વન હાઇપર' ટૂંક સમયમાં કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં ફોનનાં સ્પેસિફિકેશન લીક થયાં છે. આ ફોનને મોટોરોલાની વન સિરીઝ સ્માર્ટફોન લાઈન અપ અતંર્ગત લોન્ચ કરવામાં આવશે. આ સિરીઝનાં વન મેક્રો, વન વિઝન અને વન એક્શન સ્માર્ટફોન પેહલાં જ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યા છે.


XDA ડેવલપર્સની રિપોર્ટ અનુસાર મોટોરોલાનાં અપકમિંગ સમાર્ટફોનને 'વન હાઇપર' નામથી લોન્ચ કરવામાં આવશે.રિપોર્ટ અનુસાર આ અપકમિંગ સ્માર્ટફોનમાં અન્ય સ્માર્ટફોનની જેમ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે.

આ ફોનમાં 64MP + 8MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે.આ ફોનથી લૉ-લાઈટમાં ફોટોગ્રાફી માટે ફોનનાં કેમેરામાં ડેડિકેટેડ નાઈટ વિઝન મોડ આપવામાં આવશે. ફોનની લીક થયેલી તસવીરો મુજબ ફોનમાં 3.5mmનો ઓડિયો જેક અને USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.

આ ફોનમાં 3600 mAhની બેટરી આપવામાં આવી શકે છે. જોકે ફોનની કિંમત અને લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2oidMnW

No comments:

Post a Comment