ગેજેટ ડેસ્કઃ ‘વિવો Y11’ (2019)ને વિયતનામમાં લોન્ચ કરવામાં આવ્યો છે. વિવોના આ લેટેસ્ટ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને બેક પેનલમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. આ ફોનમાં AI બેઝ્ડ ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં એન્ડ્રોઇડ આધારિત પોતાની કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ Funtouch OS 9.1 આપવામાં આવી છે.
વિયતનામમાં આ ફોનનાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત 9,200 રૂપિયા છે. ફોનનાં કોરલ રેડ અને ઝેડ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ફોનને ભારતમાં ક્યારે અને કઈ કિંમતમાં લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી પરંતુ, કંપનીની ભારતીય માર્કેટમાં સક્રિયતાને જોઈને કહી શકાય છે કે આ ફોનને ભારતમાં જલ્દી લોન્ચ કરવામાં આવી શકે છે.
આ ફોનમાં 6.35 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં કવૉલકોમ 439 સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે 3GBની રેમ આપવામાં આવી છે. આ ફોનમાં 13Mનો પ્રાઈમરી કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 8MP નો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 4GLTE, વાઇફાઇ, બ્લુટૂથ 4.0, GPS/AGPS, માઈક્રો USB અને 3.5mmનો હેડફોન જેક આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oNGPjC
No comments:
Post a Comment