ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વીવોએ ‘વિવો U3’નું ટીઝર લોન્ચ કર્યું છે. ટીઝર મુજબ આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ટીઝરમાં ફોનની બેક પેનલમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ જોઈ શકાય છે. તેની સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ ફોનમાં વર્ટિકલ સ્ટાઈલમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવ્યું છે.
આ ટીઝરમાં ફોનમાં નીચેના ભાગમાં લાઉડસ્પીકર ગ્રિલ, માઈક્રો USB પોર્ટ અને 3.5mm નો ઓડિયોજેક પણ જોવા મળી રહ્યો છે.
‘Vivo U3’ સ્માર્ટફોન થોડા દિવસમાં ચીનમાં લોન્ચ થશે. આ ફોનમાં 6.3 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનનાં 2GB અને 6GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનમાં ઇનબિલ્ટ સ્ટોરેજ 128GB આપવામાં આવશે.
આ ફોનનાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ 16MP + 8MP + 2MP આપવામાં આવી શકે છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Br1pcf
No comments:
Post a Comment