Monday, 4 November 2019

શાઓમીનો 108MPનો રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન 'MI નોટ 10' 6 નવેમ્બરે લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ ટેક કંપની શાઓમી MI નોટ 10 સ્માર્ટફોનને 6 નવેમ્બરે લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. આ ફોનમાં પાંચ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી લેન્સ 108MPનો આપવામાં આવ્યો છે. ફોનમાં ઓક્ટા-કોર કવૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનને 6 નવેમ્બરે સ્પેનમાં ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે લોન્ચ કરવામાં આવશે.

આ ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે. પ્રાઈમરી સેન્સરમાં 10x હાઇબ્રિડ ઝૂમ અને 50x ડિજિટલ ઝૂમ આપવામાં આવ્યું છે. ફોનમાં 12MPનો સેકન્ડરી લેન્સ આપવામાં આવશે, જે પોર્ટ્રેટ મોડને સપોર્ટ કરશે. ફોનમાં ત્રીજો કેમેરા 50x ઝૂમ સાથે 5MPનો આપવામાં આવ્યો છે. ચોથો કેમેરા 20MPઅલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને પાંચમો કેમેરા 2MPનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે.

આ ફોનમાં 6.47 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. ફોનમાં 5,260 mAhની બેટરી આપવામાં આવી શકે છે. આ ફોનની કિંમત અને અન્ય સ્પેસિફિકેશનની જાણકારી તેની લોન્ચિંગ ઇવેન્ટમાં જ આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's 108MP rear camera smartphone 'MI Note 10' launches on November 6


from Divya Bhaskar https://ift.tt/33hx786

No comments:

Post a Comment