Monday, 4 November 2019

એપલ કંપની રૅપ ડિસ્પ્લેવાળો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે

ગેજેટ ડેસ્કઃ દિગ્ગજ ટેક કંપની એપલ તેનો ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટેક રડારના રિપોર્ટ અનુસાર એપલ નવા પ્રકારના ફોલ્ડેબલ સ્ક્રીનવાળો આઈફોન બનવાવાની તૈયારીમાં છે. આ ફોનમાં રૅપ અરાઉન્ડ (wrap around) સ્ક્રીન આપવામાં આવશે. આ ફોનની સ્ક્રીન ફોનનાં બેક અને ફ્રન્ટ પેનલ એમ બંને બાજુએ સક્રિય રહેશે.

મીડિયા રિપોર્ટ અનુસાર એપલ કંપનીએ તેનું પેટન્ટ ફાઈલ કરાવી છે. પેટન્ટમાં આ ટેક્નોલોજીને 'ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વિથ વ્રેપ અરાઉન્ડ ડિસ્પ્લે' નામ આપવામાં આવ્યું છે. યુઝર ફોનની બંને બાજુએથી સ્ક્રીનને ઓપરેટ કરી શકશે.

ચાઈનીઝ કંપની શાઓમીએ આ પ્રકારની ડિસ્પ્લેવાળો mi મિક્સ આલ્ફા સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ ફોનમાં પણ બેક અને ફ્રન્ટ પેનલમાં સ્ક્રીન ઓપરેટ કરી શકાય છે. આ ફોનની બેક પેનલમાં એક સ્ટ્રિપમાં કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો 180% છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple company will launch foldable smartphone with wrap display


from Divya Bhaskar https://ift.tt/34saBte

No comments:

Post a Comment