ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન ખરીદતાં પહેલાં ગ્રાહકો વિવિધ તકેદારી રાખતા હોય છે. ગ્રાહકો ફોનની ખરીદી પહેલાં તેની બેટરી લાઈફ, પર્ફોર્મન્સ, આફ્ટર સેલ્સ સર્વિસ જેવાં મહત્ત્વનાં પરિબળો વિશે તપાસ કરતાં હોય છે. સાયબર મીડિયા રિસર્ચ (CMR)ના રિપોર્ટ અનુસાર સેમસંગના 97% યુઝર બ્રાન્ડથી સંતુષ્ટ છે, જ્યારે લાવા મોબાઇલ્સના 94% ગ્રાહકો ખુશ છે. શાઓમી બ્રાન્ડના 98% ગ્રાહકો ફોનની બેટરી લાઇફથી ખુશ છે.
CMRના રિપોર્ટ મુજબ સેમસંગ અને ઓપો બ્રાન્ડ્સના સ્માર્ટફોનને યુઝરે 98% રેટિંગ આપ્યું છે. ઇન્ટરનેશનલ મોબાઈલ ફોન બ્રાન્ડ સેમસંગ, ઓપો, વિવો અને શાઓમીના યુઝર્સે બ્રાન્ડની વિશ્વસનીયતા, ફીચર્સ, કિંમત અને પ્રમોશનને આધારે રેટિંગ આપ્યું છે.
CMRના યુઝર રિસર્ચ પ્રેક્ટિસના હેડ સત્યા મોહન્તીએ જણાવ્યું કે ટિયર-1થી ઉપરના લેવલનાં શહેરોના ગ્રાહકો ઓનલાઇન પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો બ્રાન્ડની વિશ્વસનીયતાને આધારે ફોનની કિંમતની ચૂકવણી કરે છે. કોરિયા અને ચીનની બ્રાન્ડ્સ આ સમયે ભારતીય મોબાઈલ માર્કેટમાં વધારે સ્થાન ધરાવે છે. તમામ વિદેશી બ્રાન્ડની સ્પર્ધામાં ભારતનો એક માત્ર ફોન લાવા કંપનીનો છે.
આ રિપોર્ટમાં વિશ્વસનીયતાને આધારે સેમસંગને 97% અને લાવાને 93% રેટિંગ મળ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36uVJMv
No comments:
Post a Comment