Tuesday, 5 November 2019

દુનિયાનો પ્રથમ 108MP રિઅર કેમેરાવાળો સ્માર્ટફોન 'Mi CC 9 પ્રો' લોન્ચ થયો

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ‘શાઓમી’એ ચીનમાં આતુરતાથી રાહ જોવાઈ રહેલો દુનિયાનો પ્રથમ 108MP રિઅર કેમેરાવાળો સ્માર્ટફોન ‘mi CC 9 પ્રો’ લોન્ચ કર્યો છે. આ ફોનમાં 5 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી કેમેરા 108MPનો છે. ફોનમાં કર્વ્ડ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનને ફોટોગ્રાફી લવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ચીનમાં આ ફોનનું વેચાણ 11 નવેમ્બરથી શરૂ થશે.

વેરિઅન્ટ અને કિંમત
6GB રેમ +128GB સ્ટોરેજ: 2,799 ચીની યુઆન (આશરે 28,000 રૂપિયા)
8GB રેમ + 128GB સ્ટોરેજ: 3,099 ચીની યુઆન (આશરે 31,000 રૂપિયા)
8GB રેમ + 256GB સ્ટોરેજ: 3,499 ચીની યુઆન (આશરે 35,000 રૂપિયા)

આ ફોનનાં ડાર્ક નાઈટ ફેન્ટમ, આઈસ એન્ડ સ્નો અરોરા અને મેજિક ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. આ ફોનને વૈશ્વિક સ્તરે mi NOTE 10 તરીકે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

ડ્યુઅલ નેનો સિમ કાર્ડ સપોર્ટવાળા આ ફોનમાં 6.47 ઇંચની કર્વ્ડ ફુલ HD+ OLEDડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MIUI 11 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 730g પ્રોસેસર આપવામાં આવ્યું છે.

પાંચ રિઅર કેમરા સેટઅપમાં 108MPનો પ્રાઈમરી કેમેરા, 20MPનો 117 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ, 12MP (શૉર્ટ ટેલિફોટો લેન્સ વિથ 2X ઝૂમ), 8MP (લોંગ ટેલિફોટો લેન્સ વિથ 50Xઝૂમ) અને એક મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, GPS, વાઈફાઈ 802.11, બ્લુટૂથ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનમાં 5260mAhની બેટરી આપવામાં આવી છે, જે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mi CC 9 Pro launches world's first 108MP rear camera smartphone
Mi CC 9 Pro launches world's first 108MP rear camera smartphone


from Divya Bhaskar https://ift.tt/36Kwje2

No comments:

Post a Comment