Tuesday, 5 November 2019

LGએ 8200mAh બેટરીવાળું LG G PAD 5 ટેબ્લેટ લોન્ચ કર્યું

ગેજેટ ડેસ્કઃ ટેક કંપની LGએ તેનાં લેટેસ્ટ ટેબ્લેટ 'LG G PAD 5 10.1'ને સાઉથ કોરિયામાં લોન્ચ કર્યું છે. ટેબ્લેટમાં 10.1 ઇંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે. ટેબ્લેટની ચારે બાજુ મેટલનું ફ્રેમિંગ કરવામાં આવ્યું છે. ટેબ્લેટમાં 8200 mAhની બેટરી આપવામાં આવી છે.
મલ્ટિ ટાસ્કિંગ અને હેવી ગેમિંગ માટે ટેબ્લેટમાં ક્વૉડકોર સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે ટેબ્લેટમાં 8MP નો રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. SDકાર્ડની મદદથી ટેબ્લેટની મેમરીને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાશે. સાઉથ કોરિયામાં ટેબ્લેટનાં સિલ્વર કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ટેબ્લેટનું 4GB+ 32GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 26,800 રૂપિયા છે. ભારતમાં આ ટેબ્લેટનાં લોન્ચિંગ અને કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

LG G PAD 5 10.1નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ટેબ્લેટમાં 10.1 ઇંચની ફુલ HD+ (1920x1200) ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં એન્ડ્રોઇડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ટેબ્લેટમાં 2.34GHzનું સ્નેપડ્રેગન 821 ક્વૉડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ટેબ્લેટમાં બ્લુટૂથ 4.2, વાઈફાઈ 802.11, USB ટાઈપ-સી પોર્ટ,GPS અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
LG launches LG G PAD 5 tablet with 8200mAh battery
LG launches LG G PAD 5 tablet with 8200mAh battery


from Divya Bhaskar https://ift.tt/2PMBV1e

No comments:

Post a Comment