ગેજેટ ડેસ્ક: કમ્પ્યૂટર એક્સેસરિઝ બનાવનારી ઇન્ડિયન કંપની બ્રિક્સે પોર્ટેબલબ્લુટૂથ સ્પીકર લોન્ચ કર્યા છે. તેનો મોડલ નંબર BRIX C-6 છે. આ સ્પીકર વોટરપ્રૂફ છે. કંપનીનું કેવું છે કે, કોઈ પણ સીઝનમાં ઈનડોર કે આઉટડોરમાં સ્પીકરનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને પૂલ પાર્ટી માટે આ સ્પીકર એકદમ પરફેક્ટ છે. આ સ્પીકરને એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ પરથી 499 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ સ્પીકર વર્ઝન 4.2 બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. તેને દરેક પ્રકારના બ્લુટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાય છે. એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને ડિવાઇસમાં તે કામ કરે છે. સ્પીકરની ડિઝાઇન સર્કલ જેવી છે તે બ્લેક મેટ ફિનિશ સાથે આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, સિંગલ યુઝમાં તેને દિવસભર ઉપયોગમાં લઈ શકાય છે. સ્પીકરમાં લિથિયમ આયર્ન બેટરી આપી છે.
બ્રિક્સ કંપનીના સીઈઓ સંજય ગર્ગે લોન્ચિંગ ઇવેન્ટમાં કહ્યું કે, અમે બ્લુટૂથ સ્પીકરને આજની ફાસ્ટ જનરેશનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યા છે. આ સ્પીકર ન્યૂ જનરેશન માટે એકદમ પરફેક્ટ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Q6JWhL
No comments:
Post a Comment