ગેજેટ ડેસ્કઃ HP કંપનીએ ઇલાઇટ સિરીઝનું નવું ડ્રેગનફ્લાય લેપટોપ લોન્ચ કર્યું છે. આ 2 ઈન 1 લેપટોપનું વજન 1 કિલોગ્રામથી પણ ઓછું છે. ભારતીય બજારમાં તેની કિંમત 1,49,990 રૂપિયા છે. આ લેપટોપમાં 13.3 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. તેનો બોડી ટુ સ્ક્રીન રેશિયો 86% છે. લેપટોપમાં 8th જનરેશનનું ઇન્ટેલ કોર વિપ્રો પ્રોસેસર આપવામાં આવ્યું છે.
hp ઇલાઇટ ડ્રેગનફ્લાય લેપટોપનાં ફીચર
- આ લેપટોપને મોડર્ન વર્કફોર્સ અનુસાર ડિઝાઇન આપવામાં આવી છે.
- લેપટોપની 13.3 ઇંચની સ્ક્રીન 4k રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે.
- લેપટોપમાં 16GBની રેમ અને 2TB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. લેપટોપની બેટરી 30 મિનિટમાં 50% ચાર્જ થાય છે.
- કનેક્ટિવિટી માટે લેપટોપમાં વાઇફાઇ 6 4X4 એન્ટિના અને પ્રિ-ઇન્સ્ટોલ પર્સનલ વેલબિંગ સોફ્ટવેર આપવામાં આવ્યું છે.
- આ લેપટોપનું વેચાણ 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2q7XIGc
No comments:
Post a Comment