ગેજેટ ડેસ્ક: ફેસબુક અવારનવાર યુઝરને સુવિધાઓ આપવા માટે નવાં ફીચર લોન્ચ કરતું રહે છે. હવે તેમાં વધુ એક ફીચરનો ઉમેરો થયો છે. ફેસબુકમાં શોર્ટકટ બાર એડિટ કરવાનું નવું અપડેટ ઉમેરવામાં આવ્યું છે. તેનાથી યુઝર એપનાં શોર્ટકટ મેન્યૂને કસ્ટમાઈઝ કરી શકશે. શોર્ટકટ બાર ફેસબુકની એપ ઓપન કરતાં સૌથી ઉપરની બાજુએ આવેલો હોય છે, જેમાં હોમ, ફ્રેન્ડ રિક્વેસ્ટ, ફેસબુક વૉચ, નોટિફિકેશન્સ વગેરેનાં બટન આપેલાં હોય છે. અત્યાર સુધી આ બાર ફેસબુક પોતાની રીતે જ સેટ કરીને આપતું હતું, પરંતુ હવે યુઝરને પોતાની પસંદગીનાં બટનનાં શોર્ટકટ્સ રાખવા માટેનો વિકલ્પ મળશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક iOS એટલે કે એપલના ફોન અને ટેબલેટ્સ વાપરતા યુઝર્સને આ ફીચરની અપડેટ મળવાની શરૂઆત થઈ ગઈ છે. એન્ડ્રોઇડ યુઝર માટે આ ફીચરને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
ફેસબુકના 'Shortcut Bar' ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે Settings & Privacy => Settings => Shortcut Bar => Shortcut Bar Preferences પર જવાનું રહેશે. તેનાથી યુઝર ગ્રૂપ્સ, માર્કેટપ્લેસ અને વીડિયોહોમના શોર્ટકટને ઓન અથવા ઓફ કરી શકે છે.
શોર્ટકટ ટેબ માટે કોઈ ટૂલને ઓફ કરવાથી હોમ પેજ પરથી તે ટૂલ દૂર થઇ જશે.
ફેસબુકએપનાં હોમપેજ પરથી યુઝર કોઈ પણ શોર્ટકટ ટેબનાં આઇકોનને થોડી વાર લોંગ પ્રેસ કરી રાખીને પણ રિમૂવ કરી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NGhGkn
No comments:
Post a Comment