Tuesday, 5 November 2019

એમેઝોન એપથી હવે મૂવી ટિકિટ બુક કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઇન્ડિયાના યુઝર હવે એપનાં માધ્યમથી મૂવી ટિકિટ બુક કરી શકશે. એમેઝોન ઇન્ડિયાએ BookMyShow સાથે હાથ મિલાવ્યો છે. એમેઝોનના પ્રાઈમ અને નોન પ્રાઈમ મેમ્બર્સ આ સેવાનો લાભ ઉઠાવી શકશે.

એપ્લિકેશનમાં 'શોપ બાય કેટેગરી'માં મૂવી ટિકિટનો ઓપ્શન આપવામાં આવ્યો છે. ટિકિટ બુકિંગ સાથે બુક માય શૉનું અન્ય કન્ટેન્ટ પણ જોવા મળશે.

ટિકિટ બુકિંગની સુવિધા હાલ માત્ર એપ અથવા મોબાઈલ સાઈટ પર જ ઉપલબ્ધ છે, ડેસ્કટોપ માટે તેને અપડેટ નથી કરવામાં આવી.

ટિકિટ બુક કરવા માટે એમેઝોન એપ ઓપન કરીને વિવિધ હોરિઝોન્ટલ આઇકોન પર more બટન પર ક્લિક કરો. ત્યારબાદ મૂવી એન્ડ ટ્રાવેલ ટિકિટ્સના ઓપ્શન પર ક્લિક કરવાથી નવું પેજ ઓપન થશે.

આ પેજમાં તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મોનું લિસ્ટ જોવા મળશે. લોકેશન સિલેક્ટ કરીને તમારી મનપસંદ મૂવી પર ક્લિક કરવાથી નજીકના સિનેમાઘરોમાં રહેલા ફિલ્મના શૉ જોવા મળશે. શૉ-ટાઈમ સહિત વિવિધ ડિટેઈલ્સ ભરીને એમેઝોન પે અથવા અન્ય માધ્યમથી

ઓનલાઇન પેમેન્ટ કરીને ટિકિટ બુક કરી શકાય છે. ટિકિટ બુક થયા બાદ યુઝર તેને ડાઉનલોડ પણ કરી શકશે.લોન્ચિંગ ઓફર અંતર્ગત ICICI, એમેઝોન પેથી ઓનલાઇન ચૂકવણી પર 2%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Movie Book tickets can now be booked through the Amazon App


from Divya Bhaskar https://ift.tt/2PLYUt9

No comments:

Post a Comment