ગેજેટ ડેસ્ક: ઓડિયો સિસ્ટમ બનાવતી કંપની ટોરેટોએ નવું લૉ-બજેટ પાર્ટી 100 વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યું છે. 20 વૉટના HD સાઉન્ડ આઉટપુટવાળા આ સ્પીકરની કિંમત 3,999 રૂપિયા છે. આ સ્પીકરની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ-કોમર્સ સાઈટ પરથી કરી શકાય છે. આ સ્પીકરને પાર્ટી ડિઝાઇન આપવામાં આવી છે. સાઉન્ડ સાથે તેમાં કલરફુલ LED લાઇટ્સ પણ આપવામાં આવી છે. આ સ્પીકરનું મોડેલ નંબર TOR-328 છે.
ટોરેટો પાર્ટી 100 સ્પીકરનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ સ્પીકરમાં કેરીઓકે ફીચર આપવામાં આવ્યું છે. સ્પીકર સાથે એક વાયર્ડ માઈક પણ આપવામાં આવ્યું છે. તેથી યુઝર ગીત સાંભળવાની સાથે સીંગિંગ પણ કરી શકે છે.
- આ સ્પીકરમાં બ્લુટૂથ 5.0 કનેક્ટિવિટી આપવામાં આવી છે. તેમાં મેમરી કાર્ડ, USB પેન ડ્રાઇવની સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ FM રેડિયોની પણ સુવિધા આપવામાં આવી છે.
- સ્પીકરમાં 2000 mAhની બેટરી આપવામાં આવી છે. સિંગલ ચાર્જ બાદ 80% વોલ્યુમ પર તેમાં 5 કલાક સુધી નોનસ્ટોપ મ્યૂઝિક સાંભળી શકાય છે. આ સ્પીકર 3 કલાકમાં ફુલ ચાર્જ થાય છે.
- આ સ્પીકરને કેરી કરવા માટે એક હેન્ડલ પણ આપવામાં આવ્યું છે. તેને લઈને સરળતાથી ટ્રાવેલ કરી શકાય છે. આ સ્પીકર પર 1 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33gJD7z
No comments:
Post a Comment