ગેજેટ ડેસ્ક: રિલાયન્સ જિઓએ ‘હેપી ન્યૂ યર ઓફર 2020’ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ બંને ઓફરને સ્માર્ટફોન યુઝર અને જિઓ સ્માર્ટફોન માટે અલગ અલગ લોન્ચ કર્યો છે. જિઓના ગ્રાહકો આજથી આ ઓફરનો ઉપયોગ કરી શકશે. કંપનીની જણાવ્યા અનુસાર આ ઓફર મર્યાદિત સમય માટે જ લોન્ચ કરવામાં આવી છે. જોકે આ ઓફર ક્યારે પૂરી થશે તેની કંપનીએ કોઈ જાણકારી આપી નથી.
સ્માર્ટફોન યુઝર્સ માટે ઓફર
સ્માર્ટફોન યુઝર્સે ‘હેપી ન્યૂ યર ઓફર 2020’નો લાભ લેવા માટે 2020 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે.
| કિંમત | 2020 રૂપિયા |
| વોઈસ કોલ | અનલિમિટેડ |
| ડેટા | 1.5GB પ્રતિ દિવસ |
| SMS | 100 પ્રતિ દિવસ |
| જિઓ એપ્સ | ફ્રી |
| વેલિડિટી | 365 દિવસ |
જિઓ ફોન યુઝર્સ માટે ઓફર
જિઓ ફોન યુઝર્સ માટે પણ સ્માર્ટફોન યુઝર્સના પ્લાન જેટલી જ કિંમત 2020 રૂપિયા છે. આ પ્લાનમાં યુઝર્સને 0.5GB પ્રતિ દિવસનો ડેટા મળશે.
| કિંમત | 2020 રૂપિયા |
| વોઈસ | કોલ અનલિમિટેડ |
| ડેટા | 0.5GB પ્રતિ દિવસ |
| SMS | 100 પ્રતિ દિવસ |
| જિઓ એપ્સ | ફ્રી |
| વેલિડિટી | 12 મહિના |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37eWE3p
No comments:
Post a Comment