Monday, 23 December 2019

‘રિઅલમી x2 પ્રો’નાં 6+64GB વેરિઅન્ટનું વેચાણ 24 ડિસેમ્બરથી શરૂ થશે, કિંમત ₹ 27,999

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની રિઅલમી ‘રિઅલમી x2 પ્રો’સ્માર્ટફોનનાં 6+64GB વેરિઅન્ટનું વેચાણ 24 ડિસેમ્બરથી શરૂ કરશે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પરથી 27,999 રૂપિયામાં ફોનની ખરીદી કરી શકાશે. આ અગાઉ ફોનનાં 8GB+128GB અને 12GB+256GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. કંપનીના CEO માધવ શેઠે આ વેરિઅન્ટનાં વેચાણની માહિતી ટ્વીટ કરીને આપી છે.

‘રિઅલમી x2 પ્રો’નાં 6+64GB વેરિઅન્ટમાં કોંક્રીટ અને રેડ બ્રિક કલર ઓપ્શન મળશે. ફોનમાં ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુઅલ સિમ કાર્ડને સપોર્ટ કરે છે.

‘રિઅલમી x2 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1080x2400) સુપર AMOLED
OS કલર ઓએસ 6.1 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર
રેમ 8GB/12GB
સ્ટોરેજ 128GB/256GB
રિઅર કેમેરા 64MP+13MP+8MP+2MP
ફ્રન્ટ કેમેરા 16MP
બેટરી 4000mAh વિથ 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ
ડાયમેંશન 161x75.7x8.7 mm


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sales of 6GB + 64GB variants of 'Realmi x2 Pro' will start on December 24, priced at ₹ 27,999


from Divya Bhaskar https://ift.tt/2SfNFut

No comments:

Post a Comment