ગેજેટ ડેસ્કઃ અમેરિકન ન્યૂઝ વીકલી મેગેઝીન ટાઈમ મેગેઝીને ડિકેડસ એટલે કે છેલ્લાં 10 વર્ષનાં ટોપ 10 મહત્ત્વના અને પ્રભાવશાળી ગેજેટ્સની યાદી જાહેર કરી છે. 14 ડિસેમ્બરે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ‘એપલ આઇપેડ (2010)’એ બાજી મારી છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક કાર ‘ ટેસ્લા મોડેલ S 2012’ અને ત્યારબાદ લીનક્ષ કમ્પ્યૂટર ‘રાસ્પબેરી પાઈ (2012)’ સામેલ છે.
ટોપ-10 ગેજેટ્સ લિસ્ટ
1.‘એપલ આઇપેડ (2010)’

2.‘ ટેસ્લા મોડેલ S 2012’

3.‘રાસ્પબેરી પાઈ (2012)’

4.‘ગૂગલ ક્રોમકાસ્ટ (2013)’

5.‘DJI ફેન્ટમ (2013)’

6.‘એમેઝોન ઈકો (2014)’

7.‘એપલ વોચ (2015)’

8.‘એપલ એર પોડ્સ (2016)’

9.‘નિન્ટેન્ડો સ્વિચ (2017)’

10.‘એક્સબોક્સ અડેપ્ટિવ કન્ટ્રોલર (2019)’

ટોપ-10 ગેજેટ્સની યાદીમાં એપલની 3 પ્રોડક્ટ્સ સામેલ
ટાઈમ મેગેઝીન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં દિગ્ગ્જ ટેક કંપની એપલની 3 પ્રોડક્ટ્સ સામેલ છે. તેમાં ટોપ-1નાં સ્થાને ‘એપલ આઇપેડ (2010)’ છે. વર્ષ 2015માં લોન્ચ થયેલી ‘એપલ વોચ (2015)’ 7માં સ્થાને અને વર્ષ 2016માં લોન્ચ થયેલાં ‘એપલ એર પોડ્સ (2016)’ 8મું સ્થાન ધરાવે છે.
ગેજટ્સની લિસ્ટમાં કાર અને ડ્રોન પણ સામેલ
‘ટેસ્લા મોડેલ S 2012’ કારને ટોપ-10 ગેજેટની યાદીમાં બીજા નંબરનું સ્થાન મળ્યું છે. ટાઈમ્સ મેગેઝીનના રિપોર્ટ અનુસાર આ ઇલેક્ટ્રિક કારમાં વર્ષ 2012માં લોન્ચ થયેલી હોવા છતાં 2022ની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારમાં ડાઉનલોડેબલ સોફ્ટવેર અપડેટ, મોટી ટચસ્ક્રીન ડિસ્પ્લે અને એડવાન્સ ઓટોપાયલટ ફીચર આપવામાં આવ્યાં છે.
ચીનની ડ્રોન બનાવતી કંપની DJIના ‘ફેન્ટમ (2013)’ ડ્રોનને યાદીમાં 5મું સ્થાન મળ્યું છે. આ ડ્રોન યુ-ટયુબ પર સૌથી પોપ્યુલર ડ્રોન છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34z0H8Y
No comments:
Post a Comment