ગેજેટ ડેસ્કઃ વિવો કંપનીએ ‘વિવો V17' સ્માર્ટફોનનું વેચાણ આજથી શરૂ કર્યું છે. ભારતમાં 9 ડિસેમ્બરે આ સ્માર્ટફોનનું લોન્ચિંગ થયું હતું. રુપિયા 22,990 કિંમતના આ ફોનની ખરીદી કંપનની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. આ ફોનમાં હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઇન અને L -શેપનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કંપનીએ ટ્વીટ કરીને ફોનનાાં વેચાણ વિશે માહિતી આપી છે.
#vivoV17 is now available at INR 22,990/- in 2 exciting colors - Midnight Ocean & Glacier Ice.
— Vivo India (@Vivo_India) December 17, 2019
It's packed with iView Display, 32MP Selfie Camera & 48MP AI Quad Rear Camera, promising #ClearAsReal pictures in any light.
Avail exciting offers, know more : https://t.co/vPDyLUVf9R pic.twitter.com/FMvY0qLMWU
વેરિઅન્ટ
ફોનનું 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં મિડનાઇટ ઓશિયન (બ્લેક) અને ગ્લેશિયર આઈસ (વ્હાઇટ) કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
કિંમત અને ઓફર
- ફોનની કિંમત 22,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટથી ફોનની ખરીદી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું કેશબેક મળશે.
- EMIથી ફોનની ખરીદી ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી કરવા પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
- આ સાથે જ એક્સચેન્જ ઓફરમાં 11,850 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
8GBની રેમ ધરાવતાં આ ફોનમાં 128GBનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4GLTE, VOLTE, ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ, બ્લુટૂથ 5.0, GPS/A-GPS અને USB ટાઈપ-સી પોર્ટની સુવિધા છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં પેનલ કમ બ્રાઈટનેસ એન્ટિ-ફ્લિકર ટેક્નોલોજી આપવામાં આવી છે.
વિવો V17નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.44 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+(1080x2400) AMOLED |
| પ્રોસેસર | કવૉલકોમ સ્નેપડ્રેગન 675AIE |
| OS | એન્ડ્રોઇડ 9.2 |
| રેમ | 8GB |
| સ્ટોરેજ | 128GB |
| રિઅર કેમેરા | 48MP + 8MP + 2MP + 2MP |
| ફ્રન્ટ કેમેરા | 32MP |
| બેટરી | 4500mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tiVHIm
No comments:
Post a Comment