Tuesday, 17 December 2019

રિઅલમી કંપનીએ ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન 'રિઅલ મી x2' અને ઈયરબડ્સ ‘રિઅલમી બડ્સ એર’ લોન્ચ કર્યા

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન 'રિઅલ મી x2' અને ઈયરબડ્સ ‘રિઅલમી બડ્સ એર’ લોન્ચ કર્યા છે. 'રિઅલ મી x2' સ્માર્ટફોનનાં 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 730G SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન સાથે લોન્ચિંગ ઇવેન્ટમાં એરબડ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

'રિઅલ મી x2'

  • ફોનમાં 6.4 ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • ફોનનાં 4 રિઅર કેમેરા સેટઅપમાં 64MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (વાઈડ એંગલ લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ) +2MP (ડેપ્થ સેન્સર) સામેલ છે.
  • ફોનમાં રિઅલમીની ColorOS 7 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
  • સ્માર્ટફોનનાં 4GB+64GB (કિંમત 16,999 રૂપિયા), 4GB+128GB (કિંમત 18,999 રૂપિયા ) અને 8GB +128GB (19,999 રૂપિયા) વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
  • ફોનનું વેચાણ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી 20 ડિસેમ્બરે શરૂ થશે.
  • આ સ્માર્ટફોનનાં પર્લ વ્હાઇટ, પર્લ બ્લૂ અને પર્લ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.

‘રિઅલમી બડ્સ એર’

  • ‘રિઅલમી બડ્સ એર’ની કિંમત 3,99 રૂપિયા છે.
  • આ વાયરલેસ ઈયર બડ્સ ઓટો કનેક્શન, ગૂગલ ફાસ્ટ પેર સપોર્ટ, ડ્યુઅલ ટાઈમ રીઅલ ટાઈમ ટ્રાન્સમિશન ફીચરથી સજ્જ છે.
  • આ ઈયરબડ્સમાં 2 માઈક્રોફોન આપવામાં આવ્યા છે. તેમાં 12mmનું બેઝ બૂસ્ટ ડ્રાઇવર પણ છે.
  • સિંગલ ચાર્જ પર ઈયરબડ્સ 3 કલાક સુધી મ્યૂઝિક બેકઅપ આપે છે.
  • આ ઈયરબડ્સ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સાથે જ તેમાં ચાર્જિંગ માટે ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.
  • ઈયરબડ્સનાં બ્લેક, યલો અને વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
  • તેનું વેચાણ મંગળવારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme company launches its latest smartphone 'Realme Me x2' and earbuds 'Realme Buds Air' in India, the phone has a starting price of Rs 16,999.
Realme company launches its latest smartphone 'Realme Me x2' and earbuds 'Realme Buds Air' in India, the phone has a starting price of Rs 16,999.


from Divya Bhaskar https://ift.tt/2rKCHCt

No comments:

Post a Comment