Monday, 23 December 2019

10 લાખથી વધારે યુઝર્સે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામને ગૂગલ પર સર્ચ કર્યું, CAB અને NRC કરતાં ડિટેન્શન સેન્ટરનું સર્ચિંગ વધારે

ગેજેટ ડેસ્કઃ ગૂગલ સર્ચિંગમાં છેલ્લાં 10 દિવસથી NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ) અને CAB (સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ) સહિતનાં મુદ્દાઓ ટ્રેન્ડ કરી રહ્યા હતા, પરંતુ આજે ગૂગલ પર ઝારખંડ વિધાનસભાના પરિણામો ટ્રેન્ડિંગ પર છે. ગૂગલ ઇન્ડિયાનાં સર્ચિંગમાં 10 લાખથી વધારે સર્ચિંગ સાથે ઝારખંડ વિધાનસભાના પરિણામો નંબર-1 પર ટ્રેન્ડ કરી રહ્યા છે. રવિવારે વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં ડિટેન્શન સેન્ટરનો ઉલ્લેખ કર્યા બાદ ગૂગલ પર ડિટેન્શન સેન્ટર કી વર્ડનું સર્ચિંગ પણ વધ્યું છે.

ગૂગલ પર રિઅલ ટાઈમ સર્ચ ટ્રેન્ડ્સમાં ટોપ 10માં તમામ સર્ચિંગ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા છે. ‘ઝારખંડ ઈલેક્શન રિઝલ્ટ’નું સર્ચિંગ સવારે 11:10 વાગ્યે 94 પોઇન્ટ પર હતું. ત્યારબાદ 11:27 વાગ્યે 94 પોઇન્ટ, 11:44 વાગ્યે 97 મિનિટ અને 12:10 વાગ્યે 95 પોઇન્ટ પર હતું. ઝારખંડ રાજ્ય આ સર્ચિંગ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારબાદ ત્રિપુરા, દાદરા અને નગર હવેલી, દમણ, દીવ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

રઘુવર દાસ કરતાં હેમંત સોરેનનું સર્ચિંગ વધારે

ગૂગલ પર ઝારખંડ રાજ્યના હાલના મુખ્યમંત્રી રઘુવર દાસથી વધારે ઝારખંડ મુક્તિ મોર્ચાના હેમંત સોરેનને સર્ચ કરવામાં આવી રહ્યા છે. ગૂગલ પર બપોરે 1 વાગ્યે હેમંત સોરેન સર્ચિંગમાં 34 પોઈન્ટ અને રઘુવર દાસ 27 પોઈન્ટ પર હતા. સવારે 11 વાગ્યે સોરેનનું સર્ચિંગ 100 પોઈન્ટ સાથે ટોપ પર હતું.

CAB અને NRC સર્ચિંગ લિસ્ટમાંથી બહાર

આજે ગૂગલ પર માત્ર ઝારખંડ વિધાનસભાના પરિણામોને લગતા કી-વર્ડ્સને જ સર્ચ કરવામાં આવી રહ્યા છે. યુઝર્સે આજના દિવસે CAB અને NRCનું સર્ચિંગ કરવાનું ટાળ્યું છે.

ટ્રેન્ડિંગ કી-વર્ડ્સ


ગૂગલ પર ઝારખંડ ઈલેક્શન રિઝલ્ટ્સ, ઝારખંડ ઈલેક્શન, ઝારખંડ ન્યૂઝ, ઝારખંડ રિઝલ્ટ, JMM પાર્ટી ફુલ ફોર્મ, હેમંત સોરેન અને JMM કી-વર્ડ્સ ટ્રેન્ડ્સ કરી રહ્યા છે.


રિઅલ ટાઈમ ટ્રેન્ડ્સમાં ટોપ-10 ટ્રેન્ડ્સ ઝારખંડના પરિણામોના


ગૂગલ પર રિઅલ ટાઈમ સર્ચ ટ્રેન્ડ્સમાં ટોપ-10 ટ્રેન્ડ્સમાં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લગતા કી-વર્ડ્સ સર્ચ કરવામાં આવી રહ્યા છે. તેમાં ઝારખંડ રિઝલ્ટ, કોંગ્રેસ, બીજેપી, હેમંત સોરેન સહિતના કી-વર્ડ્સ સામેલ છે.

ડિટેન્શન સેન્ટરનું સર્ચિંગ ટોપ-5માં સામેલ


ગૂગલ પર ડેઇલી સર્ચ ટ્રેન્ડ્સમાં ચોથા નંબરનાં સ્થાને ડિટેન્શન સેન્ટરનું સર્ચિગ છે. વડા પ્રધાન મોદીએ રવિવારે તેમના ભાષણમાં ડિટેન્શન સેન્ટરનો ઉલ્લેખ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
More than 1 million users search Google for Jharkhand assembly election result, search for Detention Center Is more than CAB and NRC


from Divya Bhaskar https://ift.tt/2MlYYgF

No comments:

Post a Comment