ગેજેટ ડેસ્કઃ સોશિયલ મીડિયા અને ટેક્નોલોજી કંપની ફેસબુકે સિક્યોરિટી વધારવા માટે નવો નિર્ણય લીધો છે. કંપની વર્ષ 2020થી રેકમન્ડેશન (મિત્રોને ભલામણ) મોકલવા માટે યુઝરનો મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનો બંધ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર લોગ-ઈન પ્રક્રિયાને વધારે સુરક્ષિત બનાવવા માટે કંપની હવે યુઝરના મોબાઈલ નંબર પર એક કોડ મોકલશે, જેથી યુઝરનાં અકાઉન્ટને હેકિંગથી બચાવી શકાય.
યુઝરની ખરીદી પર ફેસબુક નજર રાખે છે
ફેસબુકે સુરક્ષાની દ્રષ્ટિએ આ ફેરફાર યુએસ ફેડરલ ટ્રેડ કમિશન સાથે 5 બિલિયન ડોલરના કરાર હેઠળ કર્યો છે, જે વર્ષ 2020થી લાગુ થશે. ફેસબુકે ગત વર્ષે જાહેરાતોને ટાર્ગેટ કરવા માટે યુઝરના ફોન નંબરનો ઉપયોગ કરવાની વાત કબુલી હતી. ત્યારબાદ વર્ષ 2018માં જાહેરાતો માટે યુઝરના ફોન નંબરનો ઉપયોગ કરવાનો બંધ કર્યો હતો.
ગત માર્ચ મહિનામાં ફેસબુકે તેની સુરક્ષિત લોગ-ઈન પ્રક્રિયા 2FA (ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન)માં યુઝર્સને એવા મોબાઈલ નંબર સબમિટ કરવા માટે જણાવ્યું હતું કે જેનાં માધ્યમથી જાહેરાતકર્તાઓ યુઝરને સરળતાથી શોધી શકે.
એક રિપોર્ટ અનુસાર ફેસબુકે ટોપ રિટેલર્સ સાથે કરાર કર્યા છે. આ કરાર મુજબ ફેસબુકના યુઝર કેવા પ્રકારની વસ્તુઓ ખરીદે છે તેની જાણકારી રિટેલર્સને આપવામાં આવશે. તેના બદલામાં ફેસબુક કંપની યુઝરની પસંદની વસ્તુઓની જાહેરાત આપશે.
ફેસબુક કંપની તેની મોટા ભાગની કમાણી જાહેરાતોનાં માધ્યમથી કરે છે. વર્ષ 2019ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં કંપનીનો રેવન્યુ 1760 કરોડ ડોલર હતો, જેમાંથી જાહેરાતોથી 1730 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2sd6ZxM
No comments:
Post a Comment