Tuesday, 10 December 2019

એરટેલ કંપનીએ તેની પ્રથમ વાઇફાઇ કોલિંગ સર્વિસ લોન્ચ કરી

ગેજેટ ડેસ્કઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતીય એરટેલે મંગળવારે કંપનીની વાઈફાઈ કોલિંગ સર્વિસ લોન્ચ કરી છે. તેનાથી એરટેલ યુઝરને વધારે સારી સિગ્નલ ક્વોલીટી મળશે. હાલમાં દિલ્હી-NCRમાં આ સર્વિસ ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં તેને આખા દેશમાં લાગુ કરવામાં આવશે.

એરટેલ વાઇફાઇ કોલિંગ સુવિધા માટે યુઝરે કોઈ વધારાની એપ ડાઉનલોડ નહીં કરવી પડે. યુઝરે આ સર્વિસ માટે વધારાનો કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે. માત્ર ફોનમાં કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને આ સર્વિસનો લાભ ઉઠાવી શકાય છે.

1. સ્માર્ટફોનની કમ્પેટિબિલિટીને airtel.in/wifi-calling થી વેરિફાય કરાવો.
2. ત્યારબાદ વાઈફાઈ કોલિંગ સપોર્ટ કરતી ફોનની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરો.
3. ત્યારબાદ ફોનના settingમાં જઈને વાઈફાઈ કોલિંગ ઓપ્શનને ઓન કરો.
4. વાઈફાઈ કોલિંગ સર્વિસ સારી રીતે મેળવવા માટે VoLTE ઓન રાખો.

એરટેલની વાઈફાઈ કોલિંગ સર્વિસ એપલના 6S સહિતનાં તમામ હાયર મોડેલ્સ પર સપોર્ટ કરશે. એન્ડ્રોઇડ ફોનમાં આ સર્વિસ રેડમી K20, રેડમી K20 પ્રો, પોકો F1, સેમસંગ J6, સેમસંગ A10S, A10S ઓન 6, સેમસંગ M30s અને વન પ્લસ 7 સિરીઝનાં તમામ વેરિઅન્ટને સપોર્ટ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Airtel Company Launches Its First WiFi Calling Service
Airtel Company Launches Its First WiFi Calling Service


from Divya Bhaskar https://ift.tt/2E4tiId

No comments:

Post a Comment