ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોના અપકમિંગ સ્માર્ટફોન ‘ઓપો રેનો 3 પ્રો’માં 5G કનેક્ટિવિટી અને પંચ હોલ ડિસ્પ્લે મળશે. ટેક ન્યૂઝ ટ્રેક કરતી ચાઈનીઝ વેબસાઈટ GSMArenaના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર ‘ઓપો રેનો 3 પ્રો’સ્માર્ટફોનમાં કર્વ્ડ એજ્ડ અને 90 હર્ટ્ઝ રિફ્રેશરેટવાળી ડિસ્પ્લે આપવામાં આવશે.
સ્માર્ટફોનનાં 5G અને 4G બન્ને વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર સ્માર્ટફોનનાં મિસ્ટી વ્હાઇટ, મૂન બ્લેક, બ્લૂ સ્ટેરી નાઈટ અને સનરાઈઝ ઇમ્પ્રેશન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ અગાઉથી જ જાહેર કર્યું છે કે, આ અપકમિંગ સ્માર્ટફોનમાં 4,035 mAhની બેટરી આપવામાં આવશે.
આ રિપોર્ટ અનુસાર જૂનાં વેરિઅન્ટની સરખામણીએ પ્રો-વેરિઅન્ટમાં 0.26mm વધારે થિકનેસ હશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર કવૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે. જોકે કંપનીએ ફોનનાં લોન્ચિંગ અને અન્ય સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RXn1GC
No comments:
Post a Comment