ગેજેટ ડેસ્ક: HMD ગ્લોબલ કંપની તેનાં લેટેસ્ટ ફીચર ફોન 'નોકિયા 2720'ને યુરોપિયન માર્કેટમાં લોન્ચ કર્યા બાદ હવે ચીન સહિત અન્ય દેશોમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન વર્ષ 2009નાં 2720 મોડેલનું અપગ્રેડેડ વર્ઝન છે. ફોનમાં 4G કનેક્ટિવિટી અને KaiOS ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પ્લેટફોર્મ TENNA પર આ ફોનને લિસ્ટ કરવામાં આવ્યો છે. TENNA મુજબ ફોનને ટૂંક સમયમાં ચીન સહિત અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ માર્કેટમાં નોકિયા 2720 ફ્લિપ ફોનની કિંમત 8 હજાર રૂપિયા છે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
નોકિયા 2720નાં બેઝિક સ્પેસિફિકેશન
- ફોનમાં કવૉલકોમ MSM8905 પ્રોસેસર અને KaiOS ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ચીનમાં લોન્ચ થનારાં વેરિઅન્ટમાં ગૂગલ એપ્સ અને ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ નહીં મળે.
- ફોનમાં 2.8 ઇંચની 240×320 રિઝોલ્યુશનની TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) ડિસ્પ્લે મળશે.
- ફોનમાં 512MBની રેમ અને 4GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ પણ મળશે. માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 32GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
- ફોનમાં 1500 mAhની બેટરી પણ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, વાઈફાઈ, હોટસ્પોટ, બ્લુટૂથ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36Am4Yz
No comments:
Post a Comment