Friday, 6 December 2019

2 રિઅર કેમેરા સેટઅપ ધરાવતો નોકિયાનો બજેટ સ્માર્ટફોન 'નોકિયા 2.3' લોન્ચ થયો

ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ઇજિપ્તની રાજધાની કૈરોમાં તેનો બજેટ સ્માર્ટફોન નોકિયા 2.3 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન કેમેરા અને એન્ટરટેઇન્મેન્ટ ફોકસ્ડ બજેટ સ્માર્ટફોન છે. ફોનમાં 2 રિઅર કેમેરા સેટઅપ અને ક્વૉડ-કોર મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં સાયન ગ્રીન, સેન્ડ અને ચારકોલ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

નોકિયા 2.3ની કિંમત 109 યૂરો (આશરે 8600 રૂપિયા ) છે. જોકે ભારતમાં આ ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામા આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

2GB રેમ ધરાવતા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 32GBનું છે જેને માઈક્રો SD કાર્ડની મદદથી 400GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, GPS, A-GPS, માઈક્રો USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામા આવ્યો છે. આ ફોનમાં અલગથી ગૂગલ અસિસ્ટન્ટ બટન આપવામાં આવ્યું છે. ફોનની સારી ગ્રિપ માટે 3D નેનો ટેક્સ્ચર આપવામાં આવ્યું છે.

નોકિયા 2.3નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.2 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ (1520x720)
OS એન્ડ્રોઇડ 9 પાઈ
રેમ 2GB
સ્ટોરેજ 32GB
રિઅરકેમેરા 13MP (પ્રાઈમરી કેમેરા)+ 2MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 5MP
બેટરી 4000mAh




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nokia Budget smartphone 'Nokia 2.3' with 2 rear camera setups launched


from Divya Bhaskar https://ift.tt/2Yl4dlK

No comments:

Post a Comment