Friday, 6 December 2019

સ્નેપડ્રેગને દુનિયાનું પ્રથમ 5G XR પ્લેટફોર્મ 'XR2 5G' લોન્ચ કર્યું, 8K 360 ડિગ્રી વીડિયો સપોર્ટ કરશે

ગેજેટ ડેસ્કઃ પ્રોસેસર મેકર કવૉલકોમે દુનિયાનું પ્રથમ 5G XR (એક્સટેન્ડેડ રિયાલિટી) 5G લોન્ચ કર્યું છે. તેમાં AR (ઓંગ્મેન્ટેડ રિયાલિટી), VR (વર્ચ્યુઅલ રિયાલિટી) અને MR (મિક્સ્ડ રિયાલિટી)નો એકસાથે અનુભવ કરી શકાશે.

આ પ્લેટફોર્મમાં પહેલાંનાં પ્લેટફોર્મની સરખામણીએ 2 ગણો વધારે સીપીયુ અને જીપીયુ પાવર મળશે. તેમાં 4 ગણી વધારે બેન્ડવિથ, 6 ગણું વધારે રિઝોલ્યુશન અને 11 ગણી વધારે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ્સ)ની સુવિધા મળશે. કવૉલકોમ કંપની આ પ્લેટફોર્મ માટે ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર સાથે સંપર્ક કરી રહી છે. તેથી તેને બજારમાં જલ્દી લોન્ચ કરવામા આવી શકે.

XR2 પ્લેટફોર્મમાં પ્રીમિયમ એક્સટેન્ડેડ રિયાલિટીની સુવિધા મળે છે. તેને XRનાં અપડેટેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીઆ જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ દુનિયાનું 7 કેમેરા અને ડેડિકેટેડ કમ્પ્યૂટર વિઝન પ્રોસેસર ધરાવતું પ્લેટફોર્મ છે.

XR2 પ્લેટફોર્મમાં ગ્રાફિક્સ માટે 1.5xપિક્સલ રેટ અને 3x ટેલિક્સ રેટ સપોર્ટ કરે છે. તેની ડિસ્પ્લે પેનલ 90fps (ફ્રેમ પર સેકન્ડ) પર 3Kx3K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. 60fps પર 8K 360 ડિગ્રી વીડિયો સપોર્ટ કરતું આ પ્રથમ XR પ્લેટફોર્મ છે. તેમાં લાગેલા 7 કેમેરા માથું, આંખ, હોંઠ અને હાથની ગતિવિધિઓને ટ્રેક કરે છે. તેમાં સ્પેશિલ સાઉન્ડ ટેક્નોલોજી પણ સપોર્ટ કરે છે. આ એક એવી ટેક્નોલોજી છે જેની મદદથી 3D વર્ચ્યુઅલ સાઉન્ડ સાંભળી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Snapdragon launches 'XR2 5G', the world's first 5G XR platform, will support 8K 360 degree video


from Divya Bhaskar https://ift.tt/33UfR8q

No comments:

Post a Comment