ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વર્ષ 2020નાં પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ‘રેડમી 9’ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ટેક ન્યૂઝ પ્રસારિત કરતી 91Mobiles વેબસાઈટ મુજબ આ સ્માર્ટફોન ‘રેડમી 8’ સમાર્ટફોનનું અપગ્રેડેડ વર્ઝન હોઈ શકે છે. આ ફોનમાં 4GBની રેમ અને મીડિયાટેક હીલિયો G70 પ્રોસેસર આપવામાં આવી શકે છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘રેડમી 9’ સ્માર્ટફોનમાં 4GBની રેમ અને 64 GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ મળશે. ફોનનાં એકસાથે ઘણાં વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનનાં રિઅર કેમેરા સેટઅપમાં ઓછામાં ઓછા 2 કેમેરા મળી શકે છે.
‘રેડમી 9’ સ્માર્ટફોનમાં 6.6 ઇંચની વોટરડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ચીનમાં વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં આ ફોન લોન્ચ થઇ શકે છે. જોકે કંપનીએ ફોનનાં લોન્ચિંગ, કિંમત અને અન્ય સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી સ્પષ્ટ કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34Gosvv
No comments:
Post a Comment