ગેજેટ ડેસ્ક: એક્સેસરીઝ બનાવવાવળી કંપની પીટ્રોને વાયરલેસ હેડફોન પીટ્રોન બાસબડ્સ લોન્ચ કર્યા છે. તેની કિંમત 899 રૂપિયા છે. કિંમતની રીતે જોવા જઈએ તો આ ઈયરફોન હાલ માર્કેટમાં રહેલાં અન્ય ઈયરફોન કરતાં સસ્તા છે. તે વ્હાઈટ અને બ્લેક ઓપશનમાં ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0ની સુવિધા પણ આપી છે.
- પીટ્રોન બાસબડ્સનાં બંને બડ્સમાં 50 mAhની બેટરી આપી છે. કંપનીનું કહેવું છે કે, સિંગલ ચાર્જમાં તેમાં 6 કલાક મ્યુઝિક પ્લેબેક અને 4 કલાક કોલિંગ કરી શકાશે.
- બાસબડ્સને ફુલ ચાર્જ થવામાં 30 મિનિટનો સમય લાગે છે. તેની સાથે 400 mAhની પોકેટ બેટરી પણ છે, જેની મદદથી બડ્સ ત્રણ વખત ચાર્જ કરી શકાય છે.
- બંને બડ્સમાં માઈક્રોફોન છે, જેની મદદથી કોલિંગ કરી શકાય છે. બંને બડ્સને એકસાથે સાંભળવાથી સ્ટીરિઓ સાઉન્ડ ક્વોલિટી મળે છે.
- ઈયરબડ્સ પર મલ્ટીફંક્શનલ બટન છે, જેની મદદથી કોલિંગ અને મ્યુઝિક કંટ્રોલ કરી શકાય છે. તેમાં વોઇસ આસિસ્ટન્ટ સપોર્ટ મળે છે, જેમાં સિરી અને ગૂગલ આસિસ્ટન્ટ સામેલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36XPRuJ
No comments:
Post a Comment