ગેજેટ ડેસ્કઃ વર્ષ 2019ના ત્રીજા ત્રિમાસિકગાળામાં દુનિયાભરના સાયબર અટેકમાંથી સૌથી વધારે 73% અટેક માઈક્રોસોફ્ટ ઓફિસની પ્રોડક્ટ્સ પર થયા છે. સાયબર સિક્યોરિટી ફર્મ PreciseSecurity.comના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
માઈક્રોસોફ્ટ ઓફિસ સોફ્ટવેર ધરાવતી પ્રોડક્ટ્સમાં બ્રાઉઝર્સ 13.47%, એન્ડ્રોઇડ સિસ્ટમ 9.09%, જાવા 2.36% , અડોબ ફ્લેશ 1.57% અને PDF 0.66% સામેલ છે.
આ તમામ પ્રોડક્ટ્સમાં CVE-2017-8570, CVE-2017-8759 અને CVE-2017-0199 નામની એરર (ખામી) હોવાને લીધે તે સાયબરઅટેકનો શિકાર બની છે.
માઈક્રોસોફ્ટ ઓફિસની પ્રોડક્ટ્સમાં વેબ આધારિત સાયબર અટેકમાં 79.19% સાથે અમેરિકા પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ 15.58% સાથે નેધરલેન્ડ, 2.35% સાથે જર્મની, 1.85% સાથે ફ્રાન્સ અને 1.05% સાથે રશિયાનો સમાવેશ થાય છે.
આ રિપોર્ટ અનુસાર સૌથી તીવ્ર રીતે ફાયનાન્શિયલ (નાણાકીય) એપ્લિકેશન પર સાયબર અટેક કરવામાં આવ્યો છે. ડાર્ક વેબ પર ફાયનાન્શિયલ ડેટાનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. તેથી હેકર્સ ફાયનાન્શિયલ ડેટાને હેક કરવા પ્રાથમિકતા આપે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36RBeZS
No comments:
Post a Comment