Sunday, 22 December 2019

શાઓમીની સબ બ્રાન્ડ પોકો વર્ષ 2020માં ‘પોકો F2’ સ્માર્ટફોન લોન્ચ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીની સબ બ્રાન્ડ પોકો વર્ષ 2020માં ‘પોકો F2’ સ્માર્ટફોન લોન્ચ કરશે. વર્ષ 2018માં કંપનીએ ‘પોકો F1’ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ કંપનીએ એક પણ સ્માર્ટફોન લોન્ચ કર્યો નથી. વર્ષ 2020માં લોન્ચ થનારા આ સ્માર્ટફોનને ‘પોકો F1’નાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અપકમિંગ ફોનમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે. આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરશે. ફોનનાં 6GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે.

તાજેતરમાં ‘પોકો F1’માં 2 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવી રહ્યું છે. તેથી અપગ્રેડેડ વર્ઝનમાં 3 અથવા 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.

ફોનમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ, વાઈફાઈ ,USB પોર્ટ, GPS, રેડિયો અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવશે. જોકે કંપનીએ આ ફોનનાં લોન્ચિંગ અને સ્પેસિફિકેશન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ સ્માર્ટફોની કિંમત 26,000ની આસપાસ હોઈ શકે છે. તાજેતરમાં ‘પોકો F1’ ની કિંમત 14,999 રૂપિયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2SilvyN

No comments:

Post a Comment