Sunday, 22 December 2019

શાઓમીએ વાયરલેસ કી-બોર્ડ અને માઉસ લોન્ચ કર્યા

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ચીનમાં વાયરલેસ કી-બોર્ડ અને માઉસ લોન્ચ કર્યા છે. બંને ડિવાઈસ માટે કોઈ પણ પ્રકારનાં ડ્રાઈવરની જરૂરિયાત નથી હોતી. બંને વાયરલેસ ડિવાઈસ વજનમાં હલકાં અને આકારમાં પાતળા છે.
કી-બોર્ડ અને માઉસ 2.4GHz વાયરેસ કનેક્શન, પાવર સેવિંગ સ્લીપ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. વાયરલેસ કી-બોર્ડ અને માઉસનાં સેટની કિંમત 99 ચીની યુઆન (આશરે 1000 રૂપિયા)છે.

કી-બોર્ડ
આ વાયરલેસ કી-બોર્ડમાં 104 ફુલ સાઈઝનાં લે-આઉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ફંક્શન કીઝ, કી-પેડ અને એરો કીઝનો સેટ આપવામાં આવ્યો છે. વોલ્યુમ, મીડિયા, મ્યૂટ અને સોંગ કટ સહિતનાં શોર્ટ કટ કી આપવામાં આવ્યા છે. કી-બોર્ડની ઉપર ઈન્ડિકેટર લાઈટ્સ આપવામાં આવી છે, જે કેપ્સ લોક, નંબર લોક અને પાવર ઈન્ડિકેટર છે.કી-બોર્ડનીનીચેની તરફ 6 ડિગ્રી નેચરલ ઈનક્લાઈન ડિઝાઈન આપવામાં આવી છે.

માઉસ
આ વાયરલેસ માઉસનું વજન માત્ર 60 ગ્રામ છે. આકારમાં તે સામાન્ય માઉસ જેવું જ છે. તેમાં 1000 DPI ઓપ્ટિકલ સેન્સર આપવામાં આવ્યા છે. માઉસનું રિસીવર માઉસની નીચે આપવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi launches wireless keyboard and mouse


from Divya Bhaskar https://ift.tt/3927A63

No comments:

Post a Comment