ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન મલ્ટિ નેશનલ ઇલેક્ટ્રોનિક્સ કંપની LGએ ડિટેચેબલ સ્ક્રીનવાળો ‘LG G8X ThinQ’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં મુખ્ય સ્ક્રીન સાથે અન્ય ડિટેચેબલ (સરળતાથી અલગ કરી શકાય તેવી) સ્ક્રીન આપવામાં આવી છે. ફોનની કિંમત 49,999 રૂપિયા છે. ફોનની મુખ્ય ડિસ્પ્લે 6.4 ઇંચની આપવામાં આવી છે.
ફોનમાં 2 રિઅર કેમેરા સેટઅપ અને ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે. ફોનનું 6GB+128GB બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેનું વેચાણ શનિવારથી રિટેલ આઉટલેટમાં શરૂ કરવામાં આવ્યું છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને એન્ડ્રોઇડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
ફોનની ડિટેચેબલ સ્ક્રીન USB પોર્ટથી મુખ્ય સ્ક્રીન સાથે જોડાયેલી છે. ડિટેચેબલ સ્ક્રીનની સાઈઝ પણ મુખ્ય સ્ક્રીનની જેમ 6.4 ઇંચની જ છે. બન્ને સ્ક્રીનનો ઉપયોગ હિંજ (મિજાગરો)ની મદદથી 120 ડિગ્રી, 140 ડિગ્રી પર મિની લેપટોપ, 180 ડિગ્રી પર ફ્લેટ સ્ક્રીન અને 270 ડીગ્રી પર સ્ટેન્ડ તરીકે કરી શકાય છે. બન્ને સ્ક્રીનને 360 ડિગ્રી પર ફેરવીને પણ ઓપરેટ કરી શકાય છે.
‘LG G8X ThinQ’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.4 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ (1080X2340) |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 SOC |
| OS | એન્ડ્રોઇડ પાઈ |
| રેમ | 6GB |
| સ્ટોરેજ | 128GB એક્સપાન્ડેબલ 2TB |
| રિઅર કેમેરા | 13MP + 12MP |
| ફ્રન્ટ કેમેરા | 32MP |
| બેટરી | 4500mAh વિથ કવૉલકોમ ક્વિક ચાર્જ 3.0 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/392Pi4n
No comments:
Post a Comment