ગેજેટ ડેસ્કઃ વર્ષ 2021માં અમેરિકાની દિગ્ગ્જ ટેક કંપની એપલ વાયરવાળા ચાર્જરની પણ ન જરૂર પડે તેવા સંપૂર્ણ પણે વાયરલેસ આઈફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. જાપાનીઝ ટેક એનાલિસ્ટ મિંગ ચી ક્યોના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. વર્તમાન આઇફોનમાં ચાર્જિંગ માટે USB પોર્ટ આપવામાં આવે છે પરંતુ આ રિપોર્ટ અનુસાર કંપની હવે વાયરલેસ ટેક્નોલોજીના આઈફોન લોન્ચ કરશે.
ક્યોના રિપોર્ટ અનુસાર એપલ કંપની તેનાં અન્ય મોડેલ કરતાં હાઈ એન્ડ મોડેલ વચ્ચે અંતર રાખવા માગે છે. તેથી ગ્લોબલ માર્કેટમાં તેના હાઈએસ્ટ મોડેલનું વેચાણ વધારે થાય.
ક્યોના રિપોર્ટ અનુસાર એપલ કંપની વર્ષ 2020માં 5 આઈફોન લોન્ચ કરી શકે છે. તેમાં એક 6.7 ઈંચ, બે 6.1 ઇંચ અને એક 5.4 ઇંચનો આઈફોન સામેલ છે. આઈફોનને વર્ષ 2020ના શરૂઆતના 3 મહિનામાં જ લોન્ચ કરવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36dPXOc
No comments:
Post a Comment