Monday, 9 December 2019

એપલ કંપનીનો અપકમિંગ આઈફોન 'આઈફોન SE 2' હવે 'આઈફોન 9' તરીકે લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ એપલ કંપનીનો અપકમિંગ આઈફોન 'આઈફોન SE 2' હવે 'આઈફોન 9' તરીકે લોન્ચ થશે. જાપાનીઝ ટેક બ્લોગર મેક ઓટાકારાએ તેના એક રિપોર્ટમા આ માહિતી આપી છે. આ આઇફોનમાં 'આઈફોન 8' જેવાં જ ફીચર જોવા મળશે.

રિપોર્ટ અનુસાર 'આઈફોન 9'માં 4.7 ઇંચની ડિસ્પ્લે, A13 બાયોનિક ચિપ અને 3GBની રેમની સુવિધા મળશે. તેની કિંમત $399 (આશરે 28,500 રૂપિયા) હોઈ શકે છે.

એપલ એનાલિસ્ટ મિંગ ચી કયો અનુસાર જાન્યુઆરી 2020માં તેનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને માર્ચ સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે.

'આઈફોન 9'માં આઈફોન-11 જેવું મધરબોર્ડ ઉપયોગમાં લેવાશે. આ અપકમિંગ આઇફોનમાં 3D ટચ ફીચર નહીં મળે પરંતુ ફોનમાં ફિંગરપ્રિન્ટ રીડરની સુવિધા મળશે.

રિપોર્ટ અનુસાર ફોનનાં સિલ્વર, સ્પેસ ગ્રે અને રેડ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/358EcbM

No comments:

Post a Comment