ગેજેટ ડેસ્કઃ એરટેલ કંપનીએ તેના પ્રિ-પેઈડ નવા ટેરિફ પ્લાન લોન્ચ કર્યા બાદ નવો ટ્રુલી અનલિમિટેડ પ્લાન લોન્ચ કર્યાો છે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલિંગ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી છે. તેમાં 219, 399 અને 449 રૂપિયાના પ્લાન સામેલ છે. આ તમામ પ્લાન શનિવારથી લાગુ થઈ ચૂક્યા છે.
ટ્રુલી અનલિમિટેડ પ્લાન
નવા ટ્રુલી અનલિમિટેડ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલિંગ માટે કોઈ જ શરતો રાખવામાં આવી નથી. આ પ્લાન સાથે ગ્રાહકોને હેલો ટ્યુન, અનલિમિટેડ વિંક મ્યૂઝિક અને એરટેલ એક્સટ્રીમ એપનાં બેનિફિટ પણ મળશે.
Announcing the launch of three new unlimited plans from tomorrow, for our prepaid users. pic.twitter.com/eygsOoJc6Z
— airtel India (@airtelindia) December 6, 2019
એરટેલે 3 ડિસેમ્બરે લોન્ચ કરેલા નવા ટેરિફ પ્લાનમાં FUP મિનિટની લિમિટ રાખવામાં આવી હતી. વિવિધ પ્લાનમાં 1000 થી લઈને 12000 FUP મિનિટ સામેલ હતી.FUP મિનિટ પૂરી થયા બાદ ગ્રાહકોને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 6 પૈસા પ્રતિ મિનિટનો દર ચૂકવવાનો રહેતો હતો.
219
28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં અધર નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ 100SMS પ્રતિ દિવસની સુવિધા મળી રહી છે. સાથે જ 1GB પ્રતિ દિવસનો ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.
399
આ પ્લાન 56 દિવસની વેલિડિટીનો છે. તેમાં અનલિમિટેડ અધર નેટવર્ક કોલિંગ સાથે 1.5GB પ્રતિ દિવસ ડેટા અને 100SMS પ્રતિ દિવસની સુવિધા મળી રહી છે.
449
56 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમા અધર નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સાથે 2GB પ્રતિ દિવસ ડેટા અને 90SMS પ્રતિ દિવસની સુવિધા મળી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36cFR01
No comments:
Post a Comment