ગેજેટ ડેસ્કઃ રિઅલમી કંપની તેનો અપકમિંગ સ્માર્ટફોન 'રિઅલમી XT 730G' આગામી 17 ડિસેમ્બરે લોન્ચ કરશે. કંપનીએ લોન્ચિંગ ઇવેન્ટનું મીડિયા ઇન્વિટેશન આપ્યું છે. તેમાં 17 ડિસેમ્બરની તારીખ લખવામાં આવી છે. આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ થયેલાં રિઅલમી x2નાં વેરિઅન્ટને બદલે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ફોનની લોન્ચિંગ ઇવેન્ટમાં કંપની ઈયરબર્ડસ પણ લોન્ચ કરશે.
ફોનનાં નામ પરથી જ સમજી શકાય છે કે તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આપવામાં આવશે. રિઅલમી XT 730Gની લોન્ચિંગ ઇવેન્ટના મીડિયા ઇન્વિટેશન સાથે વાયરલેસ ઈયરબર્ડ્સ લોન્ચિંગ વિશે પણ માહિતી આપવામાં આવી છે. કંપનીના ભારત રિઝનલ હેડ માધવ શેઠે વાયરલેસ બર્ડસના લોન્ચિંગ વિશે એક પોસ્ટ પણ કરી છે. આ ઈયર બર્ડ્સ યલો અને બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામા આવશે.
રિઅલમી XT 730Gમાં 6.4 ઇંચની ફુલ HD ડિસ્પ્લે અને ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવશે. તેમાં 91.9 % સ્ક્રીન ટુ બોડી રેશિયો મળશે. ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિપ્સલે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા પણ મળશે.
ફોનમાં 64MP+8MP+2MP+2MPનુંચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. તેમજ સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવી શકે છે. ચીનમાં ફોનનું 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થઇ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/343CGq6
No comments:
Post a Comment