ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘નોકિયા 2.3’ લોન્ચ કર્યો છે. ફોનની કિંમત 8,199 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું 2GB રેમ અને 32GB સ્ટોરેજનાં સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનનું વેચાણ 27 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કિંમત અને ઓફર
- ભારતમાં ‘નોકિયા 2.3’નાં 2GB+32GB સિંગલ વેરિઅન્ટની કિંમત 8,199 રૂપિયા છે.
- જિઓ કંપની ફોનની ખરીદી પર 7200 રૂપિયા સુધીનાં બેનિફિટ આપી રહી છે. કંપની દ્વારા 1 વર્ષની રિપ્લેસમેન્ટ ગેરન્ટી આપવામાં આવી રહી છે. ફોન સાથે મળતી એસેસરીઝ પર 6 મહિનાની રિપ્લેસમેન્ટની ગેરન્ટી મળી રહી છે.
- 31 માર્ચ 2020 પહેલાં ફોનની ખરીદી કરેલાં ગ્રાહકોને ફોનના હાર્ડવેર અથવા મેન્યુફેક્ચરિંગમાં ખામી હોય તો ગ્રાહકોને નવો ફોન મળશે.
- ફોનની ખરીદી 27 ડિસેમ્બરથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, જિઓ સ્ટોર્સ સહિતનાં રિટેલ સ્ટોર પરથી કરી શકાશે.
‘નોકિયા 2.3’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.2 ઇંચ |
| ડિસ્પલેટાઈપ | 720x1520 HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે |
| OS | એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 |
| રેમ | 2GB |
| સ્ટોરેજ | 32GB |
| રિઅર કેમેરા | 13MP+ 2MP |
| ફ્રન્ટ કેમેરા | 5MP |
| કનેક્ટિવિટી | 4G, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, GPS, માઈક્રો USB 2.0, 3.5mm ઓડિયો જેક |
| બેટરી | 5000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2M7YbzU
No comments:
Post a Comment