Tuesday, 17 December 2019

શાઓમીએ ઈલેક્ટ્રીક બ્રશ લોન્ચ કર્યું, બ્લીડિંગ રોકવા માટે બ્રશ પેઢાંનું મસાજ કરશે

ગેજેટ ડેસ્ક: ચીનની શાઓમી કંપનીએ ગ્લોબલ માર્કેટમાં પોતાનું લેટેસ્ટ ઇલેક્ટ્રીક ટૂથબ્રશ લોન્ચ કર્યું છે. શાઓમી માટે આ ઇલેક્ટ્રિક બ્રશ મિજિયા કંપનીએ બનાવ્યું છે. સ્પેશિયલ ક્રાઉડફંડિંગમાં તેની કિંમત આશરે 1700 રૂપિયા રાખી છે. 17 ડિસેમ્બરથી કંપનીની ઓફિશિયલ સાઈટ પર તેનું ક્રાઉડફંડિંગ શરુ થઈ ગયું છે. ટૂથબ્રશમાં 2200 mAhની લિથિયમ આયન બેટરી છે. સિંગલ ચાર્જમાં આ બ્રશ 45 દિવસ સુધી ચાલશે.

બ્રશમાં યુએસબી ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ આપ્યો છે, તેમાં નવી ઇન્ટેલિજન્ટ મેગ્નેટ મોટર છે, જે 140PSIનું વોટર પ્રેશર જનરેટ કરે છે. આ ફીચરથી યુઝરનાં મોઢામાં દરેક ખૂણાની સારી સફાઈ થાય છે.

કંપનીનો દાવો છે કે, આ હાઈ પ્રેશર દાંતની કેવિટીનો નાશ કરે છે, જેથી પેઢાં સ્વસ્થ રહી શકે. આ બ્રશ માત્ર દાંતમાં ફસાયેલો ખોરાક જ સાફ કરે છે તેવું નથી તે પેઢાંનું મસાજ પણ કરે છે. આ કારણે બ્લીડિંગની સમસ્યા ઊભી થતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi launches electric brush; Will massage gums to stop bleeding
Xiaomi launches electric brush; Will massage gums to stop bleeding
Xiaomi launches electric brush; Will massage gums to stop bleeding


from Divya Bhaskar https://ift.tt/2PAIunf

No comments:

Post a Comment