Thursday, 19 December 2019

ઈન્સ્ટાગ્રામમાં ‘લેઆઉટ’ નામનું નવું ફીચર ઉમેરવામાં આવ્યું, યુઝર સ્ટોરીમાં 6 લેઆઉટનો ઉપયોગ કરી શકશે

ગેજેટ ડેસ્કઃ ફોટો એન્ડ વીડિયો સોશિયલ વેબસાઈટ ઇન્સ્ટાગ્રામમાં ‘લેઆઉટ’ નામનું નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. બુધવારે આ ફીચરને ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામનાં CEO એડમ મોસેરીએ ટ્વીટ કરીને આ ફીચર વિશે માહિતી આપી છે. આ ફીચરની મદદથી યુઝર 1 જ સ્ટોરીમાં 6 અલગ અલગ લેઆઉટનો ઉપયોગ કરી શકશે.

નવાં લેઆઉટ ફીચરમાં યુઝરને સ્ટોરી અપલોડમાં ગ્રિડની પસંદગી કરવાની સુવિધા મળશે. યુઝર ઓછામાં ઓછાં 2 ગ્રિડ ઇમેજ લેઆઉટ અને સૌથી વધારે 6 ગ્રિડ ઇમેજ લેઆઉટની પસંદગી કરી શકશે.

લેઆઉટ ફીચરમાં યુઝર ઇન્સ્ટાગ્રામમાંથી ફોટો કેપ્ચર કરી શકશે સાથે જ ફોન ગેલેરીમાંથી પણ ફોટોનું સિલેક્શન કરી શકશે. યુઝર તમામ લેઆઉટ માટે અલગ અલગ ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A new feature called 'layout' has been added to Instagram, allowing users to use up to 6 layouts in the story.


from Divya Bhaskar https://ift.tt/2sLKsI4

No comments:

Post a Comment