ગેજેટ ડેસ્કઃ ગૂગલ અસિસ્ટન્ટને વધારે યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે કંપની નવાં ફીચર ઉમેરતી રહે છે. તેમાં વધું એક ફીચર 'ઈન્ટરપ્રિટર મોડ'નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ફીચર એક રિઅલ ટાઈમ ટ્રાન્સલેટરની જેમ કામ કરશે. ગૂગલે આ ફીચરને એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર માટે લોન્ચ કર્યું છે.
આ ફીચરની મદદથી યુઝર અંગ્રેજી, હિન્દી, ગ્રીક, થાઈ, અરેબિક સહિતની 44 ભાષાઓમાં રિઅલ ટાઈમ ટ્રાન્સલેશન કરી કરશે. તેના માટે યુઝરે 'Hey Google, be my English translator' અથવા 'Hey Google, help me speak Hindi' સહિતના કમાન્ડ આપવાના રહેશે. આ કમાન્ડથી ગૂગલ યુઝરને રિઅલ ટાઈમમાં ઓડિયો ટ્રાન્સલેટ કરીને આપશે.
આ ફીચરનો ઉપયોગ કરવા યુઝરે કોઈ વધારાની એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. આ ફીચર ગૂગલ હોમ સ્પીકર, તમામ સ્માર્ટ ડિસ્પ્લે, સ્માર્ટ ક્લોક, ગૂગલ અસિસ્ટન્ટ બિલ્ટ ઈન ધરાવતાં કેટલાક સ્પીકર, મોબાઈલ અને ટેબ્લેટને સપોર્ટ કરશે.
'ઈન્ટરપ્રિટર મોડ' સ્ટોપ કરવા માટે યુઝરે stop, quit કે exit કમાન્ડ આપવાનો રહેશે. આ ફીચરની મદદથી સ્માર્ટ ડિસ્પ્લે પર ટ્રાન્સલેટેડ વાતચીતને જોઈ પણ શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36AqCyp
No comments:
Post a Comment