Monday, 16 December 2019

ઇન્સ્ટાગ્રામ હવે યુઝરને કમેન્ટ્સ દ્વારા ધમકાવનાર અન્ય યુઝરની માહિતી આપશે

ગેજેટ ડેસ્કઃ ફેસબુકની માલિકી ધરાવતી સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામમાં ‘કેપ્શન વોર્નિંગ’ નામનું નવું ફીચર ઉમેરાયું છે. આ એન્ટિ બુલિંગ (BULLYING-ડરાવવું કે ધમકાવવું) ટૂલ યુઝરને ડરાવનાર કે ધમકાવનાર કેપ્શનનું નોટિફિકેશન આપશે. યુઝરના વીડિયો કે ફોટો પોસ્ટ પર જો કોઈ તેને ધમકાવીને ડરાવવાની કોશિશ કરશે તો, આ ટૂલ યુઝરને ‘This caption looks similar to others that have been reported’ની નોટિફિકેશન આપશે.

યુઝરને નોટિફિકેશન મળ્યા બાદ યુઝર અન્ય બુલિંગ યુઝરને બ્લોક કરી શકશે અથવા તો તેને રિપોર્ટ કરી શકશે. ગત ઓક્ટોબર મહિનામાં ઇન્સ્ટાગ્રામે Restrict નામનું ફીચર ઉમેર્યું હતું. આ ફીચરની મદદથી યુઝર તેને બુલિંગ કરનારા યુઝરને ‘Restrict’ કરી શકશે. ‘Restrict’ કરેલાં યુઝરની કમેન્ટ માત્ર Restrict કરવામાં આવેલાં યુઝરને જ દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લઈને બુલિંગ કરનારા યુઝરને શોધી કાઢશે. ઇન્સ્ટાગ્રામનાં આ નવાં ફીચરથી સાયબરબુલિંગને અટકાવવામાં સરળતા રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2qVmVEa

No comments:

Post a Comment