Friday, 13 December 2019

રશિયન કંપની કેવિઅરે 3 કેરેટ ડાયમંડ અને 750 કન્ટેન્ટ ગોલ્ડ ધરાવતો 'આઈફોન 11 પ્રો' બનાવ્યો, કિંમત 91 લાખ રૂપિયા

ગેજેટ ડેસ્ક: લક્ઝરી ગેજેટ પ્રોડ્યુસ કરતી રશિયાની કેવિઅર કંપની 'આઈફોન 11 પ્રો'ની ક્રીડો ક્રિસમસ સ્ટાર ડાયમંડ એડિશનનું વેચાણ કરશે. આ એડિશનમાં 3 કેરેટ ડાયમંડ અને 750 કન્ટેન્ટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડિઝાઇન
આ ફોનને ખાસ ક્રિસ્મસને ધ્યાનમાં રાખીને બનવવામાં આવ્યો છે. ફોનની બેક પેનલમાં ગોલ્ડ અને ડાયમંડ મટિરિયલથી 3 સર્કલ અને તેની વચ્ચે મોટો ડાયમંડ રાખવામાં આવ્યો છે. આ ડાયમંડની ફરતે 8 નાના ડાયમંડને ગોઠવવામાં આવ્યા છે. તેની નીચે ભગવાન ઈશુના જન્મને પણ દર્શાવવામાં આવ્યો છે.

વેચાણ
ફોનનું માત્ર એક જ વેરિઅન્ટનું વેચાણ કરવામાં આવશે. કેવિઅર કંપની દુનિયાભરમાં તેની ફ્રી ડિલિવરી આપશે. કેવિઅરની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ લક્ઝરિયસ આઈફોનની ખરીદી કરી શકાશે.

ક્રીડો ક્રિસમસ સ્ટાર ડાયમંડ એડિશનમાં આઈફોન 11 પ્રો અને આઈફોન 11 પ્રો મેક્સનાં 512GB વેરિઅન્ટનું વેચાણ કરવામાં આવશે. કેવિઅર કંપની ગોલ્ડ, ડાયમંડ અને સિલ્વર મટિરિયલનો ઉપયોગ કરીને લક્ઝરી ગેજેટ બનાવવા માટે જાણીતી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Russian company Caviar makes 'iPhone 11 Pro' with 3 carat diamond and 750 content gold, priced at Rs 91 lakh


from Divya Bhaskar https://ift.tt/36txQnG

No comments:

Post a Comment