Thursday, 19 December 2019

રિઅલમી કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન ‘રિઅલમી x2’નું વેચાણ શરૂ, બેઝિક વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ગત ગુરુવારે ભારતમાં લોન્ચ કરેલાં તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘રિઅલમી x2’નું વેચાણ શરૂ કર્યું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી બપોરે 12 વાગ્યાથી ફોનનું વેચાણ શરૂ થયું છે. ફોનમાં રિઅલમીની ColorOS 7 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનનાં પર્લ વ્હાઇટ, પર્લ બ્લૂ અને પર્લ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ ટ્વીટ કરીને ફોનનાં વેચાણ વિશે માહિતી આપી છે.

સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ડાર્ક મોડ, ગેમિંગ મોડ, ડોલ્બિ અટોમ્સ અને મલ્ટિ લેયર કૂલિંગ સિસ્ટમ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે.

કિંમત અને વેરિઅન્ટ
4GB+64GB : 16,999 રૂપિયા
4GB+128GB :18,999 રૂપિયા
8GB +128GB : 19,999 રૂપિયા

ઓફર
ફ્લિપકાર્ટથી ફોનની ખરીદી ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવાથી 10% નું ડિસ્કાઉન્ટ મળશે. એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ અને ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી EMI પર કરવાથી 5%નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રૂપિયા 1,417ની EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

‘રિઅલમી x2’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.4 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1080 x 2340) સુપર AMOLED
પ્રોસેસર કવૉલકોમ સ્નેપડ્રેગન 730G
OS ColorOS 7 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઇ
રેમ 4GB/8GB/8GB
સ્ટોરેજ 64GB/128GB
રિઅર કેમેરા 64MP + 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 32MP
બેટરી 4500mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme company's latest smartphone 'Realme x2' starts selling, basic variants cost Rs 16,999


from Divya Bhaskar https://ift.tt/2S8oiui

No comments:

Post a Comment