Tuesday, 17 December 2019

‘ફેસબુક’ દાયકાની સૌથી વધુ વખત ડાઉનલોડ થનારી એપ: App Annie

ગેજેટ ડેસ્કઃ પોપ્યુલર સોશિયલ મીડિયા એપ પ્રાઇવસી અને ડેટા લીકના અનેક વિવાદોમાં રહ્યા છતાં દાયકાની ‘ ટોપ 10 ડાઉનલોડ્સ સોશિયલ એપ’ની યાદીમાં પ્રથમ ક્રમાંકે આવી છે. ડેટા એનાલિટિક્સ પ્લેટફોર્મ App Annie દ્વારા છેલ્લાં 10 વર્ષ (2010-2019)ની ટોપ-10 એપ્સની યાદી જાહેર કરવામાં આવી છે.


ટોપ-10માં ફેસબુકની 4 એપ્સ

  • App Annie દ્વારા જાહેર કરવામાં આવેલી ટોપ 10 ડાઉનલોડ્સ સોશિયલ એપની યાદીમાં ટોપ-4માં ફેસબુકની માલિકીની એપ્સને સ્થાન મળ્યું છે. તેમાં ક્રમશ: ફેસબુક, મેસેન્જર, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સામેલ છે.
  • ગૂગલ પ્લે સ્ટોર પર ફેસબુકને 500 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. મેસેન્જર અને વ્હોટ્સએપને 100 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. યંગસ્ટરની મોસ્ટ ફેવરિટ એપ ઇન્સ્ટાગ્રામને પણ 100 કરોડથી વધારે વખત ડાઉનડલોડ કરવામાં આવી છે.

ટોપ-1ની આ યાદીમાં ‘સ્નેપચેટ’ 5માં ક્રમે, ‘સ્કાઈપ’ 6માં ક્રમે, ‘ટિક્ટોક’ 7માં ક્રમે, ‘UC બ્રાઉઝર’ 8માં ક્રમે, ‘યુ ટ્યુબ’9માં ક્રમે અને ‘ટ્વિટર’ 10માં ક્રમે છે. App Annie દ્વારા ‘કન્ઝ્યુમર સ્પેન્ડ’ યાદીમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’એ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ ટિન્ડર અને પાન્ડોરા મ્યૂઝિકનો નંબર આવે છે.

આ યાદીમાં ‘મોસ્ટ ડાઉનલોડેડ એપ ગેમ ઓફ ડિકેડ’માં ‘સબવે સફર’ ગેમિંગ એપ ટોપ-1 પર છે. જ્યારે ‘ક્લેશ ઓફ કલેન્સ’, ‘મોન્સ્ટર સ્ટ્રાઈક’, ‘કેન્ડી ક્રશ સાગા’ ગેમ ઓલ ટાઈમ કન્ઝ્યુમર સ્પેન્ડની યાદીમાં ટોપ-3 રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Facebook' most downloaded app of the decade: App Annie


from Divya Bhaskar https://ift.tt/35xoCGX

No comments:

Post a Comment