ગેજેટ ડેસ્કઃ દુનિયાનો પ્રથમ 108MP રિઅર કેમેરાવાળો શોઓમીનો સ્માર્ટફોન 'Mi નોટ 10' યુરોપમાં લોન્ચ થયા બાદ જાન્યુઆરી 2020માં ભારતમાં લોન્ચ થશે. ચાઈનીઝ ટેક વેબસાઈટ ગિઝમોચાઈનાના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
ડ્યુઅલ નેનો સિમ કાર્ડ સપોર્ટવાળા ફોનમાં 6.47 ઇંચની કર્વ્ડ ફુલ HD+ OLEDડિસ્પ્લે આવશે. ફોનમાં MIUI 11 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પણ મળશે. ફોનમાં ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 730g પ્રોસેસર ઈન બિલ્ટ હશે. ફોનમાં 6GBની રેમ અને 128GBનું સ્ટોરેજ આપવામાં આવશે.
ચીનમાં આ ફોનનું વેચાણ 11 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ફોનનાં ડાર્ક નાઈટ ફેન્ટમ, આઈસ એન્ડ સ્નો અરોરા અને મેજિક ગ્રીન કલર વેરિઅન્ટ ચીનમાં લોન્ચ થયા છે. જોકે ભારતમાં તેને કઈ કિંમત સાથે અને કયા વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે તેની કોઈ ચોક્કસ માહિતી કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી.
કેમેરા સેટઅપ
ચીનમાં લોન્ચ થયેલાં આ ફોનમાં પાંચ રિઅર કેમરા સેટઅપમાં 108MPનો પ્રાઈમરી કેમેરા, 20MPનો 117 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ, 12MP (શૉર્ટ ટેલિફોટો લેન્સ વિથ 2X ઝૂમ), 8MP (લોંગ ટેલિફોટો લેન્સ વિથ 50Xઝૂમ) અને એક મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, GPS, વાઈફાઈ 802.11, બ્લુટૂથ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનમાં 5260mAhની બેટરી આપવામાં આવી છે, જે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LH8ESF
No comments:
Post a Comment